તમારું પાનકાર્ડ વેલિડ છે કે નહીં તે વેબસાઈટ પર તપાસી શકો છો

નવી દિલ્હી: અાવકવેરા ખાતાઅે તાજેતરમાં અાશરે ૧૧.૪૪ લાખ પાનકાર્ડ ડીએક્ટિવેટ કર્યાં હોવાનો અહેવાલ અાવ્યો હતો. બનાવટી પાનકાર્ડને કાબૂમાં લેવા માટે તથા એક જ વ્યક્તિનાં એક કરતાં વધુ પાનકાર્ડ ન રહે અે માટે અા પગલું ભરવામાં અાવ્યું છે. નાગરિકોએ બનાવટી દસ્તાવેજો પૂરા પાડીને પાનકાર્ડ મેળવ્યાં હોવાનું પણ સરકારના ધ્યાનમાં અાવ્યું છે.

સરકારના અા પગલા બાદ દરેક વ્યક્તિને પ્રશ્ન થયો છે કે શું પોતાનું પાનકાર્ડ વેલિડ છે કે નહીં, અા માટે એક રીત છે. સૌથી પહેલાં ઇન્કમટેક્સ ઇ-ફાઈલિંગની વેબસાઈટ પર જવું. ત્યારબાદ હોમ પેજ પર નો યોર પાન પર ‌િક્લક કરવું. તે પેજ પર ગયા બાદ તમારી અટક, પહેલું નામ, પાન સ્ટેટ્સ, ‌િલંગ, જન્મતારીખ અને પાનકાર્ડ લેતી વખતે નોંધાયેલો મોબાઈલ નંબર દાખલ કરવા. અા સિસ્ટમ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ મોકલશે અને અે પેજ પર તમારે વેલિડેશન કરવાનું રહેશે.

જો તમારું કાર્ડ વેલિડ હશે તો ત્યાં એક્ટિવેટ લખેલું દેખાશે. જો સમાન વિગતો સાથે એક કરતાં વધુ પાન હશે તો પેજ પર તમને અે મુજબની નોંધ દેખાશે અને તમારી પાસેથી થોડી બીજી વિગતો માગવામાં અાવશે. ત્યાંથી તમને નવા પેજ પર લઈ જવાશે અને પાનકાર્ડની વેલિડિટી પણ જાણવા મળશે.

હાલમાં નવા નિયમ મુજબ પાનકાર્ડને અાધારકાર્ડ સાથે સાંકળવું જરૂરી બની ચૂક્યું છે. અાવકવેરામાં અાધારકાર્ડની નોંધણી ન કરાવાઈ તો પાનકાર્ડ ડિસેમ્બર-૨૦૧૭ સુધીમાં ઇનવેલિડ બની જશે. ૧ જુલાઈ બાદ પાનકાર્ડની અરજી વખતે અાધાર નંબર અાપવો જરૂરી બની ચૂક્યો છે.

You might also like