છત્તીસગઢનાં સુકુમા જિલ્લામાં નક્સલવાદી હૂમલામાં 24 જવાનો શહીદ

નવી દિલ્હી : છત્તિસગઢમાં સીઆરપીએફ દ્વારા કરવામાં આવેલા હૂમલામાં 11 સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. છત્તિસગઢનાં સુકુમાં જિલ્લામાં સોમવારે નક્સલવાદીઓ દ્વારા કરાયેલા હૂમલામાં સીઆરપીએફનાં 11 જવાનો શહિદ થયાનાં સમાચારો પ્રાપ્ત થઇ રહ્યા છે.

12.30 વાગ્યાની આસપાસ કેટલાક નકસલવાદીઓ છુપાયેલા હોવાની માહિતી બાદ જવાનો બુરૂકપાલ -છત્તીસગુફા વિસ્તારમાં પહોંચ્યા હતા. આ વિસ્તાર દક્ષિણ બસ્તરનાં જિલ્લાઓ છે. આ જિલ્લાઓ નક્સલવાદીઓનાં પ્રભુત્વવાળા ગણવામાં આવે છે. હાલમાં આવી રહેલા અહેવાલો અનુસાર 6થી વધારે જવાનો ઘાયલ પણ થયા છે.

હૂમલા અંગે જણાવતા સ્પેશ્યિયલ ડાયરેક્ટર જનરલ (એન્ટી નક્સલ ઓપરેશન્સ) ઓફ છત્તીસગઢે જણાવ્યું કે, નકસલવાદીઓ બુરૂકપાલ ગામમાં પેટ્રોલિંગપાર્ટી પર અચાનક ફાયરિંગ કરવા લાગ્યા હતા. જેમાં 6 જવાનો ઘાયલ થયા હતા. તમામ જવાનો 74 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની 74 બટાલિયનનાં જવાનો હતા.

You might also like