અમેરિકા લશ્કરી બેઝમાં મળી આવ્યું શંકાસ્પદ કવર, 11 થયાં બિમાર

વોશિંગ્ટન : અમેરિકાના વર્જીનિયા મિલીટ્રી બેઝમાં એક શંકાસ્પદ કવર ખોલ્યા બાદ 11 લોકો બિમાર પડી ગયા છે. આ કવરમાં કોઇ શંકાસ્પદ પદાર્થ હોવાનું બહાર આવ્યું છે. આર્લિગટન કાઉન્ટીના ફાયર વિભાગે ટ્વિટ આ શંકાસ્પદ કવરમાં બેઝ મેયર-હેંડરસન હોલની સરકારી બિલ્ડીંગમાં અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો છે.

ફાયર વિભાગ મુજબ શંકાસ્પદ પાવડરથી પીડિત ત્રણ વ્યક્તિઓને ઇલાજ માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે અને તેઓની હાલત હાલમાં ગંભીર બતાવામાં આવી રહી છે. અમેરિકાના સૈનિકોનું કહેવું છે કે આ શંકાસ્પદ કવર ફોર્ટ મેયરમાં આવ્યું હતું અને ત્યાં જ ખોલવામાં આવ્યું હતું. હાલમાં આ મામલે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

You might also like