આસામ અને પશ્ચિમ બંગાળ બંન્ને રાજ્યોમાં 80 ટકા મતદાન

તિનસુકીયા: પશ્ચિમ બંગાળ અને અસમમા બીજા ચરણમાં પણ બંપર વોટિંગ જોવા મળ્યું હતું. બંગાળમાં  79.51 ટકા મતદાન થઇ ચુક્યું છે. જ્યારે આસામની 60 સીટો પર 82.21  ટકા મતદાન થયું હતું. તેની પહેલા બંન્ને રાજ્યોમાં અમુક વિસ્તારોમાં હિંસા પણ જોવા મળી હતી. આસામમાં કામરૂપ જિલ્લાનાં છયગાવ પોલીસ સ્ટેશન પર સીઆરપીએફ અને મતદાતાઓ વચ્ચે ધર્ષણ થયું હતું. પરિસ્થિતી પર કાબુ મેળવવા માટે સીઆરપીએફ દ્વારા લાઠીચાર્જ અને હવામાં ફાયરિંગ કરાયું હતુ. જેમાં ચાર લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.
મતદાતાઓનો આરોપ છેકે મતદાન કર્યા બાદ બહાર આવેલી એક મહિલા સાથે સીઆરપીએફનાં જવાનોએ ગેરવર્તણુંક કરી હતી. જો કે કામરૂપ જિલ્લાનાં એસપીએ કહ્યું કે પરિસ્થિતી હાલ સંપુર્ણ કાબુમાં છે. કોઇને ઇજા કે મોતનાં અહેવાલો ખોટા છે. ઘટનાં બાદ સીઆરપીએફની જે ટુકડી હતી તેને હટાવીને બીજી ટુકડીને લગાવી દેવાઇ હતી. ત્યારે બીજી તરફ વર્ધમાનનાં જમુરિયામાં સીપીએમ અને ટીએમસીનાં કાર્યકરો વચ્ચે ધર્ષણ થયું હતું. એક કાર્યકર્તાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જમુરિયામાંથી બે દેસી બોમ્બ મળી આવ્યા હતા.

હત્યાની ઘટના પર પોલીસ પર નારાજગી
ભીડ બુધવારે રાત્રે થયેલી હત્યાની ઘટનાને લઇને પોલીસ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યાં હતા. બુધવારે ત્રણ સ્થાનિક યુવકોની પરસ્પરની લડાઇમાં એક જ પરિવારના બે લોકોને નિર્દયતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. હત્યાના ત્રણેય આરોપી રમેશ મોરાન, પવિત્રા મોરાન અને ગોંધી મોરાને શુક્રવારે તિનસુકિયા પોલીસની સમક્ષ સરેન્ડર કર્યું હતું.

પોલીસની ગોળી વડે તૂટ્યો તાર
ત્યારબાદ સોમવારે ઘટનાથી નારાજ લગભગ પાંચ હજાર લોકોની ભીડે પેંગરી પોલીસ સ્ટેશન પહોંચીને તોડફોડ કરી. બેકાબૂ ભીડ પર કાબૂ મેળવવા માટે પોલીસે હવામાં ફાયરિંગ કર્યું. આ દરમિયાન એક ગોળી હાઇ વોલ્ટેજ તારમાં લાગી ગઇ. તાર જમીન પર પડતાં કરંટ ફેલાઇ ગયો અને તેની ચપેટ આવતાં 11 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. તો બીજી તરફ અન્ય 20 લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાનાં અહેવાલો પ્રગટ થઇ રહ્યા હતા. જો કે આવી કોઇ જ ઘટનાં નહી બની હોવાની એસપી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી.
asam

અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં તણાવભર્યો માહોલ
ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. તો બીજી તરફ સતત બીજી ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે.

You might also like