ઉન્નાવમાં ટળી મોટી ટ્રેન ઘટના, લોકમાન્ય તિલક એક્સપ્રેસની 11 ડબ્બા પાટા પરથી ઊતર્યા

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં લોકમાન્ય તિલક સુપરફાસ્ટ એક્સપ્રેસની 11 બોગીઓ પાટા પરથી ઊતરી ગઇ. જો કે આ ઘટનામાં કોઇને નુકસાન પહોંચ્યું હોવાની માહિતી મળી નથી. ટ્રેન ઉન્નાવથી લખનઉ તરફ જઇ રહી હતી. ટ્રેનના દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ તરત જ રાહત અને બચાવ કામ શરૂ કરવામાં આવ્યો છે. એટીએસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને ઘટનાના કારણની તપાસ કરશે.


ટ્રેનના ડબ્બા પાટા પરથી નીચે ઊતરી ગયા બાદ કેટલાક યાત્રી પોતાનો જીવ બચાવવા માટે ટ્રેનથી નીચે પણ કૂદી ગયા. જેના કારણે કેટલાક યાત્રીઓને સામાન્ય ઇજા પહોંચી છે. ઘાયલને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ઉન્નાવની એસપી નેહા પાંડેએ જણાવ્યું કે રવિવારે બપોરે આશરે 2 વાગ્યે મુંભઇથી લખનઉ જઇ રહેલી લોકમાન્ય તિલકના ડબ્બા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર અચાનક પાટા પરથી ઊતરી ગયા. સ્ટેશન પર હોવાને કારણે ટ્રેનની સ્પીડ ધીમી હતી અને આ કારણથી મોટી ઘટના બનતા રહી ગઇ.

એસપી પાંડેએ જણાવ્યું કે લખનફ જનારા યાત્રીઓ માટે બસોની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રેલ્વે ઉપરાંત ઉન્નાવ પ્રશાસનના આલા અધિકારી ઘટનાસ્થે પહોંચી ગયા છે. ઘટનાની તપાસ કરવા માટે યૂપી એટીએસના એસએસપી ઉમેશ શ્રીવાસ્તવ અને ડીએસપી મનીષ સોનકર ઘટના સ્થળે રવાના થઇ ગયા.

http://sambhaavnews.com/

You might also like