સરકારે 11.44 લાખ પેન નંબર નિષ્ક્રિય કર્યા..

કેન્દ્ર સરકારે 11.44 લાખ પેન કાર્ડને નિષ્ક્રિય કરી દીધા છે. નાણાં રાજ્યપ્રધાન સંતોષકુમાર ગંગવરે સંસદમાં જણાવ્યું હતું કે તે બાબતમાં કરવામાં આવ્યું છે કે જ્યાં એક વ્યક્તિને એક કરતા વધુ પેન કાર્ડ ફાળવવામાં આવ્યાં છે.

તેમણે રાજ્યસભામાં લેખિત જવાબમાં કહ્યું હતું કે, ” 27 જુલાઈ સુધી 11,44,211 આવા પેનની ઓળખ થઈ હતી. આ પેન કાર્ડ મળી આવ્યું છે કે કોઈ એક જ વ્યક્તિને એકથી વધુ પેન કાર્ટ રજુ કરવામાં આવ્યાં છે. જેથી હવે તેમને કેટલાક તો રદ કરવામાં આવ્યા છે અથવા નિષ્ક્રિય કરી નાખવામાં આવ્યાં છે.

તેમણે જણાવ્યું હતું કે, “પેન ફાળવણીનો કાયદો છે કે એક વ્યક્તિ દીઠ એક પેન કાર્ટ સાથે વધુમાં તેમણે કહ્યું હતું કે જુલાઈ 27 સુધીમાં 1,566 નકલી પેન કાર્ટની ઓળખ થઈ હતી. આવી સ્થિતિમાં, કેટલાક લોકોને શંકા છે કે બંધ કરેલા પેન કાર્ડમાં ક્યાક તેમનો પેન કાર્ટ તો નથી શામેલ.

જાણો તમારું પેન કાર્ડ સક્રિય છે કે નહીં

સૌથી પહેલા ઇનકમ ટેક્સ વેબસાઇટ પર ક્લિક કરો તેના પછી સાઇટ પર KNOW YOUR PAN વિકલ્પને દેખાશે. જેના પર ક્લિક કરો જણાવી દઇએ કે આમાં તેમને કોઈપણ પ્રકારની લોગિન કરવાની જરૂર નથી.

KNOW YOUR PAN પર ક્લિક કર્યા બાદ એક નવી વિંડો ખુલશે . ત્યા એક ફોર્મ મળેશે. જેમાં તમારે તમારે મિડલ નામ, સરનેમ અને ફર્સ્ટ નામ ભરવાનો રહશે. ધ્યાન રાખો કે આ પેન કાર્ડમાં લખેલા નામ જેવું જ હોવું જોઈએ અને જો મિડલ નામ નથી તો તે કોલમ ખાલી છોડી દો. પેન કાર્ડમાં આપવામાં આવેલી જન્મ તારીખ દાખલ કરો સાથે-સાથે મોબાઇલ નંબર નાખીને સબમીટ પર ક્લિક કરો. તેના પછી મોબાઇલ નંબર પર એક કોડ(OTP) આવશે. અંતમાં તે કોડને નાખીને સબમીટ કરવાનુ રહશે.

You might also like