અમદાવાદમાં ૩૦ નવેમ્બર, ૨૦૦૫એ ઠંડીનો પારો ૧૧.૨ ડિગ્રી પહોંચ્યો હતો

અમદાવાદ:  અમદાવાદમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન વિભાગ દ્વારા ‘કોલ્ડવેવ’ની ચેતવણી અપાઈ છે. આ સંજોગોમાં નવેમ્બર મહિનાની ઠંડીનો છેલ્લા દસ વર્ષનો રેકર્ડ તપાસતા ગત તા.૩૦ નવેમ્બર, ૨૦૦૫એ ઠંડીનો પારો ઘટી જઈને ૧૧.૨ ડિગ્રીએ જઈને અટક્યો હતો.

શહેરમાં નાગરિકોને દેવદિવાળી બાદ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ગઈ ગાલે અમદાવાદમાં ૧૫.૨ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન હતું. જેમાં આજે વધુ ઘટાડો થઈને ૧૩.૦ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું છે. જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું છે.

હજુ પણ હવામાન વિભાગની આગાહી મુજબ શહેરના લઘુતમ તાપમાનમાં ઉલ્લેખનીય રીતનો ઘટાડો થઈ શકે છે. ગત વર્ષ ૨૦૧૪માં ૨૭ નવેમ્બરે ૧૫.૦ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાનનો રેકર્ડ હતો. જેની તુલનામાં ચાલુ વર્ષે ઠંડીનો પ્રકોપ વધ્યો છે. વર્ષ ૨૦૧૩ની ૨૦ નવેમ્બરે ૧૨.૮ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

છેલ્લાં દસ વર્ષની અમદાવાદની ઠંડીનો રેકર્ડ
વર્ષ          તારીખ             ઠંડી (સેલ્સિયસમાં)
૨૦૧૪       ૨૭                     ૧૫.૦
૨૦૧૩      ૨૦                      ૧૨.૮
૨૦૧૨      ૨૯                      ૧૧.૩
૨૦૧૧      ૧૯                      ૧૫.૩
૨૦૧૦      ૨૩                      ૧૬.૭
૨૦૦૯      ૨૭                      ૧૪.૧
૨૦૦૮       ૨૫                     ૧૪.૦
૨૦૦૭      ૨૮                      ૧૨.૫
૨૦૦૬      ૨૭                     ૧૩.૦
૨૦૦૫      ૩૦                     ૧૧.૨

ઓલટાઈમ રેકર્ડ: ૨૯,૧૯૭૫ના રોજ ૮.૩ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

You might also like