ધો.૧૦માં ૬૭.૫૦% વિદ્યાર્થી પાસ

અમદાવાદ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધો.૧૦ની પરીક્ષાનું સત્તાવાર પરિણામ આજે ૬૭.પ૦ ટકા જાહેર કરાયું છે. જે ગત વર્ષની તુલનાએ ૦.૭૪ ટકા ઓછું છે. ગત વર્ષે ૬૮.ર૪ ટકા પરિણામ જાહેર કરાયું હતું. પરિણામ બોર્ડની વેબસાઇટ પર વહેલી સવારે પ-૦૦ વાગ્યાથી જ મૂકી દેવાયું હતું.

ગત વર્ષ કરતાં ૦.૭૪ ટકા અોછું પરિણામઃ અમદાવાદ શહેરનું ૭૨.૪૨, ગ્રામ્યનું ૭૦.૭૭ ટકા પરિણામ

આ વર્ષે પણ સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત રહ્યો છે. જ્યારે જૂનાગઢનું ખોરાબા કેન્દ્ર ૯૬.૯૩ ટકા પરિણામ સાથે પ્રથમ રહ્યું છે. દાહોદ જિલ્લાનું સુખસર કેન્દ્ર પ.૯૩ ટકા પરિણામ સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર રહ્યું છે. આ વખતે અમદાવાદ શહેરનું પરિણામ ૭ર.૪ર ટકા આવ્યું છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યનું પરિણામ ૭૦.૭૭ ટકા રહ્યું છે. શહેરની ૧પ શાળાઓ ૧૦૦ ટકા રિઝલ્ટ લાવી છે.

અમદાવાદ શહેર અને ગ્રામ્યના ૮૦૮ વિદ્યાર્થીઅોઅે અે-૧ અને ૫૦૮૫અે અે-૨ ગ્રેડ મેળવ્યો છે. જ્યારે જિલ્લામાં આ સંખ્યા ર૬ છે. શહેરમાં બે જ્યારે જિલ્લાની ત્રણ શાળાઓનું પરિણામ ઝીરો ટકા નોંધાયું છે. અમદાવાદ કાંકરિયા સેન્ટરનું પરિણામ સૌથી વધુ ૯૪.૦૧ ટકા જ્યારે ગોમતીપુર સેન્ટરનું સૌથી ઓછું પપ.૩૮ ટકા પરિણામ નોંધાયું છે.

ગુજરાતી અને અંગ્રેજી વિષયમાં ૯૦ ટકાથી વધુ વિદ્યાર્થી પાસ

૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં ગત વર્ષની તુલનાએ ૮૩ શાળાઓનો ઘટાડો થયો છે. આ વર્ષે ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૩૬૮ છે. રાજ્યમાં એ-વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ ૬૩૭૮ નોંધાયા છે. જે ગત વર્ષ કરતાં ર૬ર૮ વધારે છે. ગુજરાતી વિષય ૯૪.૦ર, અંગ્રેજીનું પરિણામ ૯પ.૬ર ટકા રહ્યું છે. જ્યારે મેથ્સનું પરિણામ માત્ર ૬૮.ર૬ ટકા રહ્યું છે. અમદાવાદના ૮૦૮ વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડ મેળવવામાં સફળ થયા છે. જ્યારે પ૦૮પ વિદ્યાર્થીઓએ એ-ર ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદની ૩૦ ટકાથી ઓછું પરિણામ મેળવનારી ૬૮ શાળાઓ છે. જેમાં ગત વર્ષની તુલનાએ ૧૭ શાળાઓનો ઘટાડો થયો છે.

અમદાવાદ શહેરમાં એનસીઇઆરટી પાઇલટ પ્રોજેકટ તરીકે પસંદ થયેલી ત્રણ શાળાઓએ ૯૪.૯૦ ટકા જેટલું પરિણામ મેળવ્યું છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યનું પણ એનસીઇઆરટી હેઠળ પરિણામ ૯૬.૭૮ ટકા રહ્યું છે. કાંકરિયા બાદ અમદાવાદ શહેર ગ્રામ્યમાં મેમનગર અને વસ્ત્રાલ કેન્દ્રએ ૮૦.૮પ ટકા પરિણામ મેળવ્યું છે.

એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઅોની તા. ૬થી ૯ જુલાઈ દરમિયાન પૂરક પરીક્ષા

ગત વર્ષે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ કે જેમણે ફરી પરીક્ષા આપી હતી. તેવા રિપિટર વિદ્યાર્થીઓ ર,૪૧,૦૪૩ નોંધાયા હતા. તેમાં ૩૩,૧૧૭ વિદ્યાર્થીઓ પાસ થતાં તેમનું પરિણામ ૧૪.૧૮ ટકા જાહેર થયું છે. રાજ્યભરમાં પહેલીવાર ધો.૧૦ની પરીક્ષામાં પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારો માટે બ્રેઇન લિપીમાં તૈયાર કરાયેલા પ્રશ્નપત્રો અપાયા હતા. એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૯૮.૭૪ છે. જે ગત વર્ષની તુલનાએ ખૂબ જ ઓછી છે. જ્યારે બે વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા ર૭૭૦૮ રહી છે. જે ગત વર્ષે પ૯૬૭પની હતી. ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ પરિણામ મેળવવામાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે.

કયા માધ્યમનું કેટલું પરિણામ?

ગુજરાતી – ૬૫.૧૬%
હિન્દી – ૭૨.૩૦%
મરાઠી – ૭૨.૬૯%
અંગ્રેજી – ૯૦.૧૨%
ઉર્દૂ – ૭૮.૧૪%
સિંધી – ૭૪.૧૪%
તામિલ – ૬૮.૭૫%
તેલુગુ – ૯૫.૭૪%
અોરિયા – ૯૬.૬૩%

You might also like