ધો.૧૦-૧૨ના ૫૩ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષાથી મોં ફેરવી લીધું!

અમદાવાદ: ગુજરાત માધ્યામિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યમાં અાગામી માર્ચ માસમાં લેવાનારી ધોરણ 10 અને 12ની પ્‍ારીક્ષામાં ખાનગી વિદ્યાર્થીઅોને રેગ્યુલર વિદ્યાર્થીઅોથી અલગ પાડીને તેમની પ્‍ારીક્ષા તાલુકા મથકના બદલે જિલ્લા મથકે પ્‍ારીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે જેના કારણે ખાનગી વિદ્યાર્થીઅોમાં ધ્‍ારખમ ઘટાડો નોંધાયો હોવાનું બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું. જો કે બોર્ડનો અા નિર્ણય બૂમરેંગ સાબિત થયો છે. બોર્ડના અા નિર્ણયના કારણે અસંખ્ય ગ્રામીણ એક્સટર્નલ વિદ્યાર્થીઅો ધોરણ 10 અને 12ની પરીક્ષાઅો અાપવાનું ટાળ્યું છે. જેની પાછળનું કારણ અા વિદ્યાર્થીઅોએ પરીક્ષા અાપ્‍ાવા માટે પોતાના ગામ કે તાલુકા મથકે જવાના બદલે જિલ્લા મથકે જવા પડશે જેના કારણે એક્સટર્નલ વિદ્યાર્થીઅોએ જિલ્લા મથકે પરીક્ષા અાપ્‍ાવાના કારણે પરીક્ષામાં બેઠાં ન હોવાનું મનાય છે.

રાજ્યના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્્યરમિક શિક્ષણ્ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા અાપવા માંગતાં એક્સટર્નલ (ખાનગી) વિદ્યાર્થીઅોની પરીક્ષા રેગ્યૂલર વિદ્યાર્થીઅોથી અલગ રીતે લેવાનો નિર્ણય કરવામાં અાવ્યો છે. જેના અંતર્ગત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના રેગ્યૂલર વિદ્યાર્થીઅોની પ્‍ારીક્ષા અાગામી તા. 8 માર્ચથી લેવામાં અાવનાર છે. જ્યારે એક્સટર્નલ વિદ્યાર્થીઅોની પરીક્ષા માર્ચના બદલે એપ્રીલ માસમાં લેવામાં અાવનાર છે. અા પરીક્ષા પહેલાં નાના ગામોમાં અને તાલુકા લેવલે પરીક્ષા લેવામાં અાવતી હતી. તેને બંધ કરીને અા પરીક્ષા અાગામી એપ્રીલ માસમાં જિલ્લામથક ખાતે લેવામાં અાવશે તેવો નિર્ણય લેવામાં અાવ્યો છે. જેના કારણે એક્સટર્નલ વિદ્યાર્થીઅોની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે.

બોર્ડના અા નિર્ણયના કારણે ધોરણ 10 ના વિદ્યા્ર્થીઅોમાં અંદાજે 26 હજાર જેટલો ઘટાડો નોંધાયો છે. જ્યારે ધોરણ 12માં 27 હજાર જેટલા વિદ્યાર્થીઅોનો ઘટાડો થયો છે.

બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 10માં ગત વર્ષે માર્ચ-2015માં 51 હજારથી એક્સટર્નલ વિદ્યાર્થીઅો નોંધાયા હતા. જ્યારે અાગામી માર્ચ-2016ની પરીક્ષા માટે 26 હજાર જેટલા ખાનગી વિદ્યાર્થીઅોનો ઘટાડો થયો છે. માર્ચ-2016 માટે ધોરણ 10માં 26 હજાર જેટલા વિદ્યાર્થીઅો
નોંધાયા છે.

જ્યારે ધોરણ 12માં ગત માર્ચ-2015ની પરીક્ષામાં 1.09 લાખ વિદ્યાર્થીઅો નોંધાયા હતા. જ્યારે અાગામી માર્ચ-2016ની પરીક્ષામાં એક્સટર્નલ વિદ્યાર્થીઅોની સંખ્યા 77 હજાર જેટલી નોંધાઈ છે. જે ગત પ્‍ારીક્ષામાં નોંધાયેલા વિદ્યાર્થીઅો કરતાં અંદાજે 27 હજાર જેટલા અોછા વિદ્યાર્થીઅો નોંધાયા હતા.

You might also like