પાવર બેંક કરતા પણ મોટી છે આ ખુબ જ સસ્તા ફોનની બેટરી

728_90

અમદાવાદ : મોટાભાગની કંપનીઓ પોતાના ફ્લેગશીપ ડિવાઇસમાં પ્રોસેસર, રેમ, ડિસપ્લે અને કેમેરા વગેરેને ફોકસ કરે છે. બેટરી પર મોટેભાગે ઓછુ જ ધ્યાન આફતી હોય છે. પરંતુ ચીનની એક કંપનીએ એવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જેની ક્ષમતા કેટલીક પાવરબેંક્સ કરતા પણ વધારે છે. YAAO 6000 plus નામથી લોન્ચ થયેલો આ સ્માર્ટ ફોન 10,900 mAh બેટરી ધરાવે છે.

હવે આટલી મોટી બેટરી છે તો સ્પષ્ટ છે કે તે પાતળો તો નહી જ હોય. પરંતુ એક વેબસાઇટનો દાવો છે કે આ ફોનની પહોળાઇ 18.1mm છે. મેટલ બોડીવાળા આ સ્માર્ટફોનમાં 5.5 ઇન્ચની HD TFT ડિસ્પ્લે છે, જેનું રિજોલ્યુશન 720*1280 પિક્સલ છે. તેમાં 1.5 GHzનું 64 બિટ ક્વોડકોર MT6735 પ્રોપેસર સાથે 1GB રેમ લગાવાયેલી છે. ઇન્ટરનલ મેમરી 16 જીબી છે અને 64 જીબી સુધી એક્સપાન્ડ કરી શકાય છે.

આ ફોન 4G સ્માર્ટફોન છે અને તેમાં 2 સીમકાર્ડ નાખી શકાય છે. આ એન્ડ્રોઇડ પર આધારિત YunOS પર રન કરે છે. ગોલ્ડ અને સિલ્વર કલર્સમાં લોન્ચ આ સ્માર્ટફોનનો બેક કેમેરો 13 મેગાપિક્સલ અને ફ્રંટ કેમેરો 5 મેગાપિક્સલનો છે. તેની કિંમત 218 યુઆન એટલે કે લગભગ 2200 રૂપિયા છે.

You might also like
728_90