૧૦૮ના અધિકારીના ખિસ્સામાંથી બાઈકર્સ મોબાઈલ તફડાવી ગયા

અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં 24 દિવસ પહેલાં 108 ઇએમઆરઆઇના ઓફિસરની નજર ચૂકવીને મોબાઇલ ફોનની તફડંચી કરનાર બે શખ્સો વિરુદ્ધમાં નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. ક્રાઇમ બ્રાંચે મોબાઇલની તફડંચી કરનાર શખ્સોની ધરપકડ કર્યા બાદ નરોડા પોલીસે મોબાઇલ ચોરીનો ગુનો દાખલ કર્યો છે.

નરોડામાં સુમતિનાથ સોસાયટીમાં રહેતા અને 108 ઇએમઆરઆઇ (ઇમર્જન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)માં ઇઆરઓ (ઇમર્જન્સી રિસ્પોન્સ ઓફિસર) તરીકે ફરજ બજાવતા વિશાલ વાસુભાઇ ભટ્ટે ફરિયાદમાં નોધાવ્યું છે કે તારીખ 6 જાન્યુઆરી 2016 ના રોજ સાંજના છ વાગ્યાની આસપાસ નરોડા હરિદર્શન સર્કલ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે બાઇક પર બે અજાણ્યા શખસો આવ્યા હતા અને રસ્તો પૂછીને જતા રહ્યા હતા.

વિશાલના શર્ટના ખિસામાં રહેલો રેડ મી નોટ મોબાઇલ ફોન ગાયબ હતો. નરોડા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ક્રાઇમ બ્રાંચની ટીમે થોડાક દિવસ પહેલા મોબાઇલ ચોરી કરતી શખ્સોની ધરપકડ કરી હતી. જેની પૂછપરછ દરમ્યાન હરિદર્શન સર્કલ પાસેથી યુવકના ખિસામાંથી નજર ચુકવીને મોબાઇલ ફોનની ઉઠાંતરી કરીને ફરાર થઇ જવાની કબૂલાત કરી હતી.

જોકે નરોડા પોલીસ સ્ટેશનમાં આ મામલે કોઇ પણ ફરિયાદ દાખલ નહીં થઇ હોવાથી ક્રાઇમ બ્રાંચે વિશાલને નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવાનું કહ્યું હતું. ફરિયાદ દાખલ કરીને પોલીસની ઝંઝટમાં નહીં પડવાનું વિચારીને વિશાલે નરોડા પોલીસ સ્ટેશનમાં 24 દિવસ પહેલાં મોબાઇલ ચોરીની ફરિયાદ દાખલ કરાવી હતી નહીં ક્રાઇમ બ્રાંચે મોબાઇલ ચોર પકડી પાડતાં ગઇ કાલે વિશાલે મોબાઇલ ચોરીની ફરિયાદ દાખલ કરાવી છે.
http://sambhaavnews.com/

You might also like