મહેસાણા બાદ રાજકોટમાં પણ 108ની ટીમ હડતાળ પર

મહેસાણામાં ચાલી રહેલી 108 એમ્બ્યુલન્સની હડતાળના સમર્થનમાં રાજકોટમાં EMT તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ હડતાળ પાડી છે. આ કર્મચારીઓ સમાન કામ, સમાન વેતન, 8 કલાકની શિફ્ટ અને જોબ સિક્યોરિટી સહિતની 12 માગણીઓને લઇને હડતાળ પર ઉતરી ગયા છે.

રાજકોટ શહેર અને જિલ્લાના આડત્રીસ 108 એમબ્યુલન્સના EMT અને પાયલટ હડતાળમાં જોડાયા છે. કર્મચારીઓએ ચિમકી ઉચ્ચારી છે કે જયાં સુધી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવામાં આવશે. અને આગામી દિવસોમાં જરૂર પડશે તો ભૂખ હડતાળ કરવાની પણ તેમણે ચીમકી આપી છે.

મહેસાણામા ચાલી રહેલી 108 એમ્બ્યુલન્સની હડતાલના સમર્થનમાં રાજકોટ શહેર અને ગ્રામ્યની 108ની ટીમ હડતાળમાં જોડાઈ છે. રાજકોટ શહેરની તમામ 108 એમ્બ્યુલન્સને એક સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રાખી પાયલટ અને ઇએમટી કર્મચારીઓએ gvk અને સરકાર વિરુધ્ધ સુત્રોચાર કર્યા હતા.

You might also like