૧૦૭ વર્ષનાં દાદીએ કહ્યું, ‘હેન્ડસમ…’ તો રાહુલે કહ્યું, ‘ગલે લગા લીજિયેગા’

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના પ્રશંસકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સોમવારે ક્રિસમસ પર બેંગલુરુની એક મહિલાએ ટ્વિટર પર પોતાનાં ૧૦૭ વર્ષનાં દાદીના બર્થ ડે પર કેક કાપતી તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીર સાથે લખ્યું હતું કે તેમના દાદીમાએ જણાવ્યું છે કે મારી હવે એક જ ઈચ્છા છે કે રાહુલ ગાંધીને મળું.

દિપાલી નામની આ મહિલાએ જ્યારે પોતાનાં દાદીને પૂછ્યું કે શા માટે? ત્યારે દાદીએ જણાવ્યું કે રાહુલ ખૂબ હેન્ડસમ છે. આમ ૧૦૭ વર્ષનાં આ દાદીમા રાહુલ ગાંધીનાં મોટાં ફેન છે. દિપાલીએ આ ટ્વિટમાં રાહુલ ગાંધીને પણ ટેગ કર્યા હતા.

બપોર બાદ કરવામાં આવેલા આ ટ્વિટને રાહુલ ગાંધીએ રાત્રે રિટ્વિટ કરીને દાદીમાને જન્મદિનની સાથે સાથે ક્રિસમસની પણ શુભકામનાઓ પાઠવી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે દાદીમાને મારા વતી ગળે લગાવજો. આ સાથે તેમણે દાદીમાને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

ટ્વિટ યુઝર દિપાલી સિકંદે ટ્વિટ કર્યું હતું કે આજે મારા દાદી ૧૦૭ વર્ષના છે. તેમની ઈચ્છા છે કે તેઓ રાહુલ ગાંધીને મળવા માગે છે. જ્યારે મેં તેમને પૂછ્યું કે શા માટે ? ત્યારે તેમણે શરમાતાં કહ્યું હતું કે રાહુલ હેન્ડસમ છે. આ ટ્વિટના જવાબમાં રાહુલ ગાંધીએ રિ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘ડિયર દિપાલી, કૃપા કરીને તમારા બ્યૂટીફૂલ દાદીને જન્મદિન અને ક્રિસમસની ખૂબ ખૂબ શુભકામનાઓ.’ રાહુલ ગાંધીએ એવું પણ જણાવ્યું હતું કે તેમને મારા વતી બરાબર ગળે લગાવજો.

You might also like