રોજના 200 રૂપિયા કમાતા ડ્રાઇવરના જન ધન ખાતામાં આવ્યા 98 ખરબ રૂપિયા!

બરનાલામાં રહેતા હેમંત રાજૂના નામના એક ટેક્સી ડ્રાઇવરના જનધન ખાતમાં 4 નવેમ્બરે અચાનકથી 98 ખરબ રૂપિયા જમા થઈ ગયા. મોબાઇલ પર તેને મેસેજ આવ્યા પછી તે બેંક મેનેજર પાસે ગયો તો તેણે તેની પાસબુક પોતાની પાસે રાખીને તેને પાછો મોકલી દીધો અને ત્રણ દિવસ પછી નવી પાસબુક આપી.

જ્યારે આ મામલો શાંત પડ્યો તો 19 નવેમ્બરે ટેક્સી ડ્રાઇવરના ખાતામાં ફરીથી 10 ખબર રૂપિયા જમા થઈ ગયા. ટેક્સી ડ્રાઇવરે આની જાણ ઇન્કમ ટેક્સ વિભાગને કરી દીધી તો સોમવાર સાંજે ઇન્કમ ટેક્સ વિભાગની બંને ટીમોને બરનાલા સ્થિત સ્ટેટ બેંક ઓફ પટિયાલાની બંને બ્રાંચમાં છાપો માર્યો હતો.

રાત્રીના 11 વાગ્યા પછી ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ તપાસ ચાલું રાખી હતી. ટેક્સી ડ્રાઇવર પોતાની ટેક્સીમાં દરરોજ પટિયાલાની એસડી કોલેજ પાસે આવેલી બ્રાન્ચમાંથી શહેરની મુખ્ય બ્રાન્ચમાં લઈ જાય છે.
આ માટે તેને દરરોજના 200 રૂપિયા મળે છે, જેને બેંક તેના જનધન ખાતામાં દરરોજ જમા કરી દે છે. 4 નવેમ્બર તેના મોબાઇલ પર મેસેજ આવ્યો કે તેના ખાતમાં ખરબો રૂપિયા જમા થયા છે. તો તે એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. પરંતુ બેંક મેનેજર તેને ભૂલ ગણાવી હતી.

You might also like