‘જલી કો આગ કહેતે હૈ, બુઝી કો રાખ કહેતે’ ફેમ શત્રૂઘ્ન સિન્હાનો નોટબંધી પર ઉકળાટ

ભાજપના સાંસદ શત્રુધ્ન સિન્હાએ નોટબંધીને લઈને ફરી એકવાર કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. શત્રુધ્ને આ અંગે નામ લીધા વગર પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે નોટબંધીને લઈને કરાયેલા સર્વે પર સવાલ ઉઠાવ્યો છે. ટ્વિટર પર ટ્વિટ કરીને તેમણે લખ્યું છે કે લોકો મૂરખોની દુનિયામાં જીવવાનું બંધ કરે. લોકોને થઈ રહેલી તકલીફો સમજે.

શત્રુધ્ન સિન્હાએ કહ્યું કે ખરાબ સમય માટે આપણી મા-બહેનોએ ભેગા કરેલા બચતના રૂપિયાને કાળા નાણા સાથે જોડવા યોગ્ય નથી. પીએમ મોદીએ એપ દ્વારા કરાવેલા સર્વેને શત્રુધ્ન સિન્હાએ પ્લાન્ટેડ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે સર્વેક્ષણ કેટલાક અંગત સ્વાર્થ માટે કરવામાં આવ્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો એપ દ્વારા નોટબંધી પર લોકોને ફીડબેક આપવા જણાવ્યું હતું. રિપોર્ટસ મુજબ 24 કલાકમાં લગભગ 5 લાખ લોકોએ એપ પરના સર્વેમાં ભાગ લીધો હતો.

સર્વેમાં ભાગ લેનારા 90 ટકાથી વધુ લોકોએ કાળા નાણાને લઈને કરાયેલા સરકારના સર્વેમાં નોટબંધીના ફેંસલાને 4 પોઈન્ટથી વધુ રેટિંગ આપ્યું છે. 73 ટકા લોકોએ 5 ટકા રેટિંગ આપ્યું છે. 57 ટકા લોકોએ કહ્યું વેરી ગુડ. 93 ટકાથી વધુ લોકોએ નોટબંધીનું સમર્થન કર્યુ છે. 5 લાખમાંથી માત્ર બે ટકા લોકોએ આ ફેંસલાને ખુબ ખરાબ ગણાવ્યો છે. લગભગ 86 ટકા લોકોએ આ વાતનું પણ સમર્થન કર્યું કે અનેક એક્ટિવિસ્ટ કાળા નાણાને બચાવવામાં માટે કામ કરી રહ્યા છે.

You might also like