અમદાવાદ જિલ્લાની પાલિકા પંચાયતોની ચૂંટણીમાં ૧૦,૦૦૦ જવાનનો બંદોબસ્ત

અમદાવાદ: ગત રવિવારે છ મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે ત્યારે અાગામી રવિવારે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. અમદાવાદ ગ્રામ્ય અને રેન્જમાં અાવતી નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ પોલીસે તમામ તૈયારીઅો પૂર્ણ કરી લીધી છે.

અા ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦,૦૦૦ પોલીસ તેમજ પેચ મિલટરી ફોર્સ ખડે પગે તહેનાત રહેશે. ઉપરાંત અાજે અમદાવાદ ગ્રામ્યમાં મુખ્યપ્રધાન અાનંદીબહેન પટેલના રોડ શોને લઈ ગ્રામ્ય એલસીબીઅે સવારથી રોડ શોના રૂટ પર સઘન ચેકિંગ અને પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

અમદાવાદ રેન્જ અને અમદાવાદ ગ્રામ્યમાં કુલ ૧૦ નગરપાલિકા, ૨૫ તાલુકા પંચાયત, ૩ જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે. અા તમામ જગ્યાઅે ચૂંટણીને લઈ અમદાવાદ રેન્જ અાઈજીઅે પોલીસ બંદોબસ્ત ફાળવી દીધો છે. ૬૦૦ બિલ્ડિંગ અને ૮૦૦ બૂથને સંવેદનશીલ જાહેર કરાયાં છે. જ્યારે ૨૦૦ બિલ્ડિંગ અને ૩૧૮ બૂથને અતિ સંવેદનશીલ જાહેર કરાયાં છે. શહેર કરતાં ગામડાંમાં પાટીદાર અનામત અાંદોલન લઈ વધુ ઉત્તેજના હોવાથી અા ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ કે બોગસ વોટિંગ ન થાય તેને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા સતત નજર રાખવામાં અાવી રહી છે.

પાટીદાર અનામત અાંદોલનના કન્વીનર હાર્દિક પટેલના વતન એવા વીરમગામથી અાજે મુખ્યપ્રધાન અાનંદીબહેન રોડ શો યોજવાના છે. જ્યારે મહેસાણામાં જે રીતે અાનંદીબહેનનો વિરોધ થયો હતો તેવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેથી પોલીસે રોડ શો દરમિયાન સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. તેમજ રૂટનાં તમામ ધાબા ઉપર તંત્ર દ્વારા સઘન ચેકિંગ કરવામાં અાવી રહ્યું છે.

મુખ્યપ્રધાનના રોડ શોનો બંદોબસ્ત
૧- અેસપી
૫- ડીવાયઅેસપી
૯- પીઅાઈ
૪૮- પીઅેસઅાઈ
૩૫૦- પોલીસ જવાનો

ચૂંટણી બંદોબસ્ત
૧૬- DYSP
૩૮- PI
૬૫- PSI
૩૦૦૦- સ્થાનિક પોલીસ
૪૫૦૦- હોમગાર્ડ
GRD ND ટ્રાફિક પોલીસ જવાન
૧૨- SRP કંપની
૧- RAF કંપની
૨- BSF કંપની
૪- કંપની પેરા મિલિટ્રી ફોર્સ
૬૦- QRT ટીમ
૬૦- CCTV કેમેરા
ડ્રોન પણ જરૂર પડશે તો ઉપયોગમાં લેવાશે
૩૫૦- મોબાઈલ વાન હથિયારધારી પોલીસ જવાન
6800- વિરુદ્ધ અટકાયતી પગલાં
8- વિરુદ્ધ પાસા
36- તડીપારના કેસ

You might also like