10 હજાર ભારતીઓને પરત લાવવા આજે સાઉદી જશે વીકે સિંહ

નવી દિલ્હી: વિદેશ મંત્રી સુષમા સ્વારાજએ સોમવારે લોકસભામાં કહ્યું કે સાઉદી અરબમાં બેરોજગાર થયેલા દસ હજાર ભારતીય શ્રમિકોને સ્વદેશ પરત લાવવા માટે સરકાર દરેક રીતના પ્રયત્નો કરી રહી છે અને ત્યાં શિબિરોમાં તેમને ભોજન પણ ઉપલબ્ધ કરાવી રહી છે. તેમણે એવું પણ કહ્યું કે પાછી લાવવાની પ્રક્રિયા શરૂ કરવા માટે વિદેશ રાજ્ય મંત્રી વીકે સિંહ મંગળવારે સાઉદી અરબ જશે.

સુષમાં સ્વરાજે કહ્યું કે, ‘હું તમને વચન આપું છું કે સાઉદી અરબમાં બેરોજગાર થયેલો કોઇ પણ શ્રમિક ભોજન વગર રહેશે નહીં. હું દરેક કલાકે કલાકે દેખરેખ રાખી રહી છું. હું સંસદને એવું કહેતા સંતોષ વ્યક્ત કરૂ છું કે દરેર 5 શિબિરોમાં આગળના 10 દિવસ માટે અનાજનું વિતરણ કરી દીધું છે.’

વિદેશ મંત્રીએ કહ્યું કે, ‘જો કે આ સમસ્યાનો ટકાઉ હલ નથી. ફેક્ટરીઓ બંધ કરીને કંપનીઓ ભાગી ગઇ છે. આપણે આપણા શ્રમાકોને ત્યાં રાખી શકીએ નહીં. મે તેમના વિદેશ વિભાગ અને શ્રમ વિભાગને સંપર્ક કર્યો છે. અમે ત્યાંના વિદેશ વિભાગને કહ્યું કે શ્રમિકોને સાઉદી અરબ પાછા લાવવા માટે અમને અધિકૃત કરે.’ સુષમાએ કહ્યું તેમનો પગાર પણ બાકી છે. એટલા માટે મેં ત્યાંના શ્રમ વિભાગને કહ્યું કે દરેક શ્રમિક એક કરાક પર સહી કરશે. સાઉદી સરકારે બાકી નાણાં ચૂકવતાં પહેલા કંપનીએ આ શ્રમિકોને ચૂકવણી કરવી જોઇએ.

તેમણે કહ્યું કે વી કે સિંહ રિયાદ પહોંચશે તે પછી દરેક વિધિ પૂર્ણ કરવામાં આવશે. વિદેશ મંત્રીએ કહ્યું કે કોઇ પણ શ્રમિક ભૂખ્યો રહેશે નહીં. સંસદ દ્વારા દેશને મારું આ આશ્વાસન છે દરેક વ્યક્તિને ભોજન મળશે. વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતો નીચે આવવાથી સાઉદી અરબના નિર્માણ ઉદ્યોગમાં મંદી આવી ગયા પછી ત્યાંની મહત્વની કન્સ્ટ્રક્શન કંપની ઓગર બંધ થઇ ગઇ જેથી હજારો શ્રમિકો બેરોજગાર થઇ ગયા છે.

You might also like