ઈંગ્લેન્ડની ધરતી પર ૧૦૦૦મી સદી રોહિતના બેટમાંથી નીકળી

લંડનઃ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને નવ વિકેટથી કચડી નાખ્યું હતું. ટીમ ઇન્ડિયાની જીતનો હીરો રહેલા ઓપનર રોહિત શર્માએ અણનમ ૧૨૩ રન બનાવ્યા હતા. રોહિત શર્માએ વન ડે ક્રિકેટમાં પોતાની ૧૧મી સદી ફટકારતાંની સાથે જ એક શાનદાર અને બહુ જ દુર્લભ રેકોર્ડની સાથે તેનું નામ જોડાઈ ગયું. રોહિતની સાથે ઈંગ્લેન્ડ અને વિશ્વ ક્રિકેટના નામે પણ એક એવો અદ્ભુત રેકોર્ડ જોડાઈ ગયો, જેના પર કદાચ કોઈનું ધ્યાન ગયું નથી.

રોહિતે ફટકારી સદી એ ઈંગ્લેન્ડની ધરતી પર નોંધાયેલી ૧૦૦૦મી આંતરરાષ્ટ્રીય સદી હતી. ઈંગ્લેન્ડ પહેલો એવો દેશ છે, જ્યાં ૧૦૦૦ આંતરરાષ્ટ્રીય સદી બની છે. બીજા નંબર પર ઓસ્ટ્રેલિયા છે, જ્યાં ૯૯૪ આંતરરાષ્ટ્રીય સદી બની છે. ત્રીજા નંબર પર ભારત છે. ભારતની ધરતી પર અત્યાર સુધીમાં કુલ ૭૦૧ આંતરરાષ્ટ્રીય સદી નોંધાઈ ચૂકી છે.
http://sambhaavnews.com/

You might also like