મરાઠાવાડના ૧૦૦થી વધુ ગાયબ થયેલા યુવાનો ISISમાં જોડાયા

મુંબઈ: મહારાષ્ટ્રના મરાઠાવાડ ક્ષેત્રના ૧૦૦થી વધુ મુસ્લિમ યુવાનો ગાયબ થઈ ગયા છે અેવી શંકા વ્યક્ત કરાઈ છે. અા લોકો અાતંકવાદી સમૂહ અાઈઅેસઅાઈઅેસમાં સામેલ થઈ ગયા છે. અા દાવો શિવસેનાના ધારાસભ્ય રાહુલ પાટીલે વિધાનસભામાં કર્યો હતો. પાર્ટીનો આક્ષેપ છે કે અસદુદ્દીનના નેતૃત્વવાળી ઇઅાઈએમઅાઈએમ અાઈઅેસઅાઈઅેસનું સમર્થન કરે છે. તેમણે અા પાર્ટીની માલિકતા સમાપ્ત કરવાની માગણી કરી.

તેમણે મરાઠાવાડમાં તાજેતરમાં એક યુવાનની ધરપકડની વાત કરી, જેના તાર અાઈઅેસઅાઈઅેસ સાથે જોડાયેલા હતા. તેમણે કહ્યું કે પોલીસને લાગે છે કે ગાયબ થયેલો યુવાન અાઈઅેસઅાઈઅેસમાં સામેલ થવા નીકળી ગયો છે.

ઇઅાઈએમઅાઈએમના ધારાસભ્ય વારીસ પઠાણે પાટીલના અા અાક્ષેપોને ફગાવી દીધા અને કહ્યું કે તેમની પાર્ટી અાઈઅેસઅાઈઅેસનું સમર્થન કરતી નથી. અમે હંમેશાં અાઈઅેસઅાઈઅેસનાં સંગઠનોનો વિરોધ કર્યો છે.

You might also like