૧૦૦ જેટલી આવશ્યક દવાઓના ભાવમાં ૧૦ ટકા વધારો નિશ્ચિત

નવી દિલ્હી: અલ્ઝાઈમર, ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જેવી ઘાતક બીમારીઓની દવાઓના ભાવમાં ૧૦ ટકા વધારો થવાની શક્યતા છે. સરકાર દ્વારા લગભગ ૧૦૦ જેટલી આવશ્યક દવાઓને રાષ્ટ્રીય યાદીમાંથી હટાવી દેવાતાં હવે આ ૧૦૦ જેટલી દવાઓમાં ભાવવધારો નિશ્ચિત છે.
સરકારનો આ નિર્ણય ગ્રાહકો પર વિપરીત અસર પહોંચાડી શકે છે, પરંતુ નવા ઉત્પાદક કંપનીઓને તેનાથી રાહત મળશે.

ડ્રગ પ્રાઈસ રેગ્યુલેટરના જૂના આદેશને રદ કરતાં સરકારે કંપનીઓને આ દવાઓના ભાવ વધારવાની મંજૂરી આપી દીધી છે, હવે આ દવાઓ આવશ્યક ચીજવસ્તુઓની રાષ્ટ્રીય યાદીમાં સામેલ રહેશે નહીં. આ અગાઉ દેશમાં દવાની કિંમતોનું નિયમન કરતી સંસ્થા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ આ પ્રકારની દવાઓની કિંમતમાં એક વર્ષ સુધી ભાવવધારા પર પ્રતિબંધ મૂક્યો હતો.

અનેક દવા કંપનીઓએ આ નિર્ણયનો અમલ મોકૂફ રાખવા માટે સરકારનો સંપર્ક કર્યો હતો. છેલ્લા દોઢ વર્ષમાં આવું પ્રથમ વાર બન્યું છે કે જ્યારે કેન્દ્ર સરકારે મોટી સંખ્યામાં દવાઓની કિંમતમાં વધારો કરવાની મંજૂરી આપી છે. આ અગાઉ ગઈ સાલ ડિસેમ્બરમાં સરકારે જરૂરી દવાઓની યાદીને ૬૮૪થી વધારીને ૮૭૫ કરી હતી. આ ઉપરાંત ૧૦૦ દવાઓને યાદીમાંથી હટાવીને જેનો સામાન્ય રોજબરોજ ઉપયોગ કરવામાં આવે
છે એવી દવાનો સમાવેશ કરવામાં આવ્યું છે. હાલ દેશમાં એક લાખ કરોડ રૂપિયાના દવાના બિઝનેસમાંથી ૩૦ ટકા પર સરકારનો સીધો અંકુશ છે.

You might also like