100 કરોડનું પ્રેશર મારા પર પણઃ સૈફ

હિંદી ફિલ્મજગતમાં સૈફ અલી ખાને એક સાઇડ એક્ટર તરીકે એન્ટ્રી કરી, પરંતુ છેલ્લા બે દાયકાથી તેણે નાયક, સહનાયક અને ખલનાયકની સાથે સાથે રોમેન્ટિક અને કોમેડી પાત્રોથી સિનેમાપ્રેમીઓને પોતાના દીવાના કરી દીધા. તાજેતરમાં તેની ફિલ્મ ‘ફેન્ટમ’ રિલીઝ થઇ હતી. તે ફિલ્મ જોઇએ તેવું પ્રદર્શન ન કરી શકી, પરંતુ આ ફિલ્મના અનુભવને સૈફ અદ્ભુત ગણાવે છે. તે કહે છે કે મશીનગન અને ટેન્કની સાથે કામ કરવું ખરેખર અવિશ્વસનીય અનુભવ હતો. આ ફિલ્મ માટે સૈફ દેશ-વિદેશમાં ફર્યો. તેના અનુભવ અંગે વાત કરતાં સૈફ કહે છે ખરેખર બંને જગ્યાઓની વર્કિંગ સ્ટાઇલ ખૂબ અલગ છે. વિદેશોમાં લોકો તેમના કામને લઇને અતિગંભીર હોય છે. ખૂબ મેજિકલ ફરક છે આ. સૈફ એક્ટરની સાથે પ્રોડ્યૂસર પણ છે. તે કહે છે, હું એક્ટર અને પ્રોડ્યૂસર તરીકે ખૂબ પ્રેશર ફીલ કરું છું, કેમ કે મને 100 કરોડની ક્લબમાં એન્ટ્રી મેળવવાનું દબાણ હોય છે. દુર્ભાગ્યથી મારી એક પણ ફિલ્મ અત્યાર સુધી  100 કરોડની ક્લબમાં એન્ટ્રી મેળવી શકી નથી. મારું માનવું છે કે એવી ફિલ્મમાં કામ કરવા માટે તમે માત્ર જ્ઞાન ન આપી શકો. ફિલ્મમાં કામ કર્યું છે તો પૈસા પણ જોઇએ. ફિલ્મ હિટ થશે ત્યારે જ તો તમને પૈસા મળશે. દરેક સ્ટાર પર હવે 100 કરોડનું પ્રેશર હોય છે. સૈફ ખૂબ જલદી વિપુલ શાહ નિર્દેશિત ફિલ્મમાં જોવા મળશે. તે એક રોમેન્ટિક થ્રિલર બેઝ્ડ ફિલ્મ હશે. •
 
You might also like