૧૦ વર્ષના થોમસની સામે સિનિયર બેટ્સમેન વામણા પુરવાર થયા

મેલબોર્નઃ દરેક બોલરની ઇચ્છા હોય છે કે તે પોતાની પહેલી જ મેચમાં ડ્રીમ સ્પેલ કરે, પરંતુ ૧૦ વર્ષની ઉંમરના બોલરે સિનિયર ટીમ સાથે રમતા જે બોલિંગ કરી એવી બોલિંગ કોઈ સિનિયર બોલર પણ કરી શકે નહીં.  ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા ઈસ્ટમાં રમાયેલી એક મેચમાં સિનિયર ક્રિકેટ ટીમ સાથે રમતા થોમસે પોતાની લેગ સ્પિન બોલિંગનું શાનદાર પ્રદર્શન કરીને ફક્ત આઠ ઓવરમાં પાંચ બેટ્સમેનને પેવેલિયન ભેગા કરી દીધા. આ અગાઉ થોમસ વિકેટની પાછળ જ રહેતો હતો. થોમસે પોતાની આઠ ઓવરની સ્પેલમાં ત્રણ મેડન ઓવર પણ ફેંકી હતી.

થોમસે કહ્યું, ”હું વિકેટકીપર હતો, પરંતુ મારા ભાઈના કહેવાથી અને બોલિંગ શીખવ્યા બાદથી મેં આ મેચમાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. આ પહેલાં ફક્ત છ વર્ષની ઉંમરે જ થોમસે અંડર ૧૧ ટીમમાં સ્થાન મેળવીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. મેચ દરમિયાન જ્યારે થોમસે પોતાની પહેલી વિકેટ ઝડપી ત્યારે તેને લાગ્યું કે હવે બસ થયું, પરંતુ બીજી વિકેટ ઝડપ્યા બાદ તેને લાગ્યું કે તે હજુ વધુ વિકેટ ઝડપી શકે તેમ છે. ત્યાર બાદ તેણે એક પછી એક વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.

You might also like