અમદાવાદ : 10 વર્ષનાં બાળકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર

અમદાવાદ : અનુપમ બ્રિજ નજીક રેલ્વે કોલોનીમાં 10 વર્ષનાં બાળકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે.વિવેક પરમાર નામનો આ બળક ગઇકાલે સાંજે ગુમ થયો હતો. જ્યારે આજે તેનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે ગોમતીપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હાલ બાળકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને હત્યારા અને હત્યાનાં કારણ અંગે વધારે તપાસ ચાલુ કરી દીધી છે.

બાળકનાં માથાનાં તથા માથાનાં ભાગે શરીરનાં ભાગે ઇજાનાં નિશાન મળી આવ્યા છે. બાળકનાં પિતા છુટક મજુરીકામ કરે છે. બીજા બાળકને ટીબી હોઇ સારસંભાળ માટે ઘરે રહેતા હતા. વિવેક સાંજે શાળાએથી આવ્યા બાદ થોડીવાર બાદ ઘરેથી નિકળી ગયો હતો. મોડી રાત સુધી પરત નહી ફરતા પરિવારને આસપાસ શોધખોળ કર્યા બાદ પોલીસને જાણ કરી હતી. પોલીસને બાળક સાથે કાંઇક અઘટીત થયું હોવાની આશંકા છે,જો કે હાલ તો પોલીસ પી.એમ રિપોર્ટની રાહ જોઇ રહ્યું છે.

પોલીસે હાલ આસપાસનાં વિસ્તારનાં સીસીટીવી ફૂટેજ મેળવવાથી માંડીને લોકોની પુછપરછ કરવાનાં પ્રયાસો કરી રહી છે. સાથે સાથે પરિવારનાં લોકોની પણ પુછપરછ હાથ ધરી છે. પોલીસ હાલ પારિવારિક એંગલ પર તપાસ કરી રહી છે. જ્યારે વિસ્તૃત તપાસ માટે પી.એમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

You might also like