ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતનો અમલ કરાશેઃ જાવડેકર

નવી દિલ્હી: આર્થિક આધારે અનામત બાદ મોદી સરકારે એક નવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. હવે ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અનામત લાગુ પડશે. માનવસંસાધન વિકાસ મંત્રાલયે જણાવ્યું છે કે સામાન્ય વર્ગમાં આર્થિક રીતે નબળા લોકોને ૧૦ ટકા અનામત આપવાના નિર્ણયનો ૨૦૧૯ના શૈક્ષણિક સત્રથી અમલ કરવામાં આવશે. આ નિર્ણય અનુસાર ૪૦,૦૦૦ કોલેજો, ૯૦૦ યુનિવર્સિટીઓમાં ૧૦ ટકાનો અનામત ક્વોટા અમલી બનશે. આ માટે જરૂર પડે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં ૨૫ ટકા બેઠકો વધારવામાં આવશે.

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતના દાયરામાં આવતા એસસી/એસટી/ઓબીસી અને સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગોને તેનો લાભ મળશે. માનવસંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે એચઆરડી મંત્રાલય, યુજીસી અને એઆઈસીટીઈની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક સત્રમાં અનામતનો ક્વોટા લાગુ પાડવામાં આવશે. એસસી/એસટી અને અન્ય વર્ગોને પ્રાપ્ત અનામત પ્રભાવિત ન થાય તે માટે ૨૫ ટકા બેઠકો વધારવામાં આવશે.

આ સંદર્ભમાં એક અઠવાડિયામાં આદેશ જારી કરવામાં આવશે, સાથે જ સંસદને જરૂરી જાણકારી આપવામાં આવશે. આ અંગે દેશની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને નિર્દેશ જારી કરવામાં આવશે, સાથે જ તેમને તેમના પ્રોસ્પેક્ટ્સમાં પણ તેની માહિતી આપવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ કરીને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત લાગુ પાડવા માટે તેની મોડસ ઓપરેન્ડી પર કામ ચાલી રહ્યું છે. એક અઠવાડિયાની અંદર આ બેઠકો અંગેની માહિતી અમારી પાસે આવી જશે અને તેનો અમલ કરવાની પદ્ધતિ પણ ટૂંક સમયમાં જારી કરાશે.

divyesh

Recent Posts

અમદાવાદમાં આવેલ છે એક માત્ર અંજની માતાનું મદિર.

અમદાવાદ શહેરમાં સાલ હોસ્પિટલ પાસે હનુમાનજીના પરમ સાધ્વી માતા અંજલિ-અંજની માતાનું ખૂબ સુંદર મંદિર આવેલું છે. આ મંદિરમાં મા અંજનીના…

21 hours ago

10 વર્ષ બાદ પણ મળે છે કસરતનો લાભ, સંશોધનમાં ચોકાવનારી વાત સામે આવી

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કસરત છોડી દેતી વ્યક્તિને તેનો લાભ પણ મળતો નથી, પરંતુ તાજેતરના સંશોધનમાં એક…

21 hours ago

મહેશ ભટ્ટે ગુસ્સામાં કંગનાને ચંપલ ફેંકીને મારી હતીઃ રંગોલી

અભિનેત્રી કંગના રાણાવત વિરુદ્ધ નિવેદનોને લઈને તેની બહેન રંગોલી ચંદેલનો ગુસ્સો આ વખતે અભિનેત્રી આલિયા ભટ્ટની માતા સોની રાજદાન પર…

22 hours ago

જેટ એરવેઝના 22 હજાર કર્મચારીઓ રોડ પરઃ આજે જંતરમંતર પર દેખાવ

નાણાકીય સંકટમાં ફસાયેલી જેટ એરવેઝ બુધવાર રાતથી હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. ગઇ કાલે રાત્રે અમૃતસરથી મુંબઇ વચ્ચે…

23 hours ago

પાંચ વર્ષમાં દેશના એક પણ ખૂણે બોમ્બબ્લાસ્ટ થયો નથી:PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. મોદીએ સૌરાષ્ટ્રના અમરેલી ખાતે જાહેર સભાને ગજવી હતી. સૌરાષ્ટ્ર કચ્છમાં લોકસભાની…

23 hours ago

બીજા તબક્કાની 95 બેઠક પર મતદાન જારી: 68 બેઠક પર NDA-UPA વચ્ચે સીધી ટક્કર

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે ૧૧ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીની કુલ ૯૫ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.…

24 hours ago