જમ્મુમાં ટનલમાં આગઃ ૧૦ મજૂરોનાં મોત

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં રાત્રે એક ટનલ પ્રોજેક્ટમાં આગ લાગતાં ૧૦ મજૂરો જીવતા ભડથું થઈ ગયા હતા. આ ઘટના જમ્મુના ચંદરકોટની છે. જમ્મુ જિલ્લાના એસપી રણદીપકુમારે જણાવ્યું હતું કે આ આગની ઘટનામાં મૃત્યુ પામનારા મોટા ભાગના મજૂરો હતા. આગને કારણે ગૂંગળામણથી તેમના મૃત્યુ થયા હતા. જમ્મુના આઈજીપી દાનિશ રાણાએ આ ઘટનાને સમર્થન આપ્યું હતું. આગમાં મૃત્યુ પામનારા મજૂરો મોટા ભાગના પંજાબ, હિમાચલ, રાજ્યના હતા.

એસપી રણદીપકુમારને આ ઘટનાની જાણ થતાં તેઓ તત્કાળ સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

You might also like