૧૦ ટકા અાર્થિક અનામતની ગણતરી કરી ખાલી જગ્યાઅોની વિગતો મોકલો

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪થી ૨૦૨૩ સુધીના દસ વર્ષના જાહેર કરાયેલા ભરતી કેલેન્ડરમાં હવે ૧૦ ટકા અાર્થિક અનામતનો સમાવેશ કરાયો છે, જેના કારણે તમામ ખાલી પડેલી સરકારી જગ્યાઅો માટે સરકારના જુદા જુદા વિભાગો દ્વારા કર્મચારીઅોની ભરવાની થતી જગ્યાઅોની વિગતો અાર્થિક અનામતની ગણતરી કરીને મોકલવી પડશે.
તાજેતરમાં જ જાહેર કરવામાં અાવેલ સવર્ણો માટેના ૧૦ ટકા અાર્થિક અનામતનો તાત્કાલિક અસરથી અમલ કરવા તમામ સરકારી વિભાગોને સૂચના અાપવામાં અાવી છે. વર્ષ ૨૦૧૬-૧૭માં થનારી ૪૩ હજાર જેટલી સીધી ભરતીમાં અાર્થિક અનામત માટેના ઉમેદવારો લાભ મેળવશે.

સરકારના વટહુકમના અમલના પગલે સરકાર હેઠળની સેવા અને જગ્યાઅોની ભરતી માટે જે સરકારી વિભાગોઅે ખાલી જગ્યા ભરવા સંબંધી જે માગણી પત્રકો રજૂ કર્યાં હતાં તે હવે રદ કરવામાં અાવ્યાં છે. હવે નવેસરથી ૧૦ ટકા અાર્થિક અનામતની જગ્યાઅોની ગણતરી કરીને ખાલી જગ્યાઅો ભરવા માટેના માગણીપત્રક નવેસરથી તમામ વિભાગો પાસે માગવામાં અાવ્યા છે.

બિનઅનામત વર્ગના અાર્થિક રીતે નબળા વર્ગની ૧૦ ટકા અનામતની જોગવાઈના કારણે હાલના રોસ્ટર પોઈન્ટના સ્થાને નવેસરથી રોસ્ટર પોઈન્ટ દરેક વિભાગે નક્કી કરવા પડશે. તે અંગે સરકાર વિગતવાર સૂચના અલગથી અાપશે. તે મુજબ દરેક વિભાગે રોસ્ટર રજિસ્ટ્રેશન રાખવા પડશે.

સરકાર દ્વારા માગણીપત્રકનો સુધારેલો નમૂનો નવેસરથી િવભાગોમાં મોકલવામાં અાવ્યો છે, જેનો જૂના માગણીપત્રકના બદલે વિભાગોઅે અમલ કરવો પડશે. સામાજિક શૈક્ષણિક રીતે પછાતવર્ગની મહિલા ઉમેદવારોને સરકારી જગ્યાઅો પર નિમણૂક માટે ૩૩ ટકા અનામત અાપવામાં અાવે છે. તે જ ધોરણે બિનઅનામત વર્ગની અાર્થિક રીતે નબળા વર્ગની મહિલા ઉમેદવારોને ૩૩ ટકા અનામત અાપવામાં અાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૦ ટકા અાર્થિક અનામતની જોગવાઈ માત્ર સીધી ભરતી માટે અમલી બનશે. બઢતીમાં અનામતમાં તેના લાભ મળશે નહીં. ૧ મે, ૨૦૧૬ પહેલાં સરકારી ભરતીની જગ્યાઅો કે જેની ફોર્મ ભરવાની અાખરી તારીખ વીતી ગઈ ન હોય તેમાં પણ હાલમાં ૧ મહિનો મુદત વધારી અાપવામાં અાવી છે, જેથી ક્રિમિલેયર સર્ટિફિકેટ સાથે અાર્થિક અનામતમાં અાવતા ઉમેદવારો તેનો લાભ મેળવી શકે. અંદાજે અા વર્ષે ૪૩ હજાર સરકારી જગ્યાઅો ભરાશે, જેનો લાભ અાર્થિક અનામત ઉમેદવારો મેળવશે.

You might also like