બપોરે બાર વાગ્યા સુધીમાં 10 ટકા મતદાન, રાજકીય પાર્ટીઓ માટે ચિંતાનો વિષય

અમદાવાદ: ગુજરાતની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં રસાકસીનો જંગ જામ્યો છે પરંતુ મતદાઓમાં ઉત્સાહ ઓછો દેખાઇ રહ્યો છે. બપોરે બાર વાગ્યા સુધીમાં તમામ મહાનગરપાલિકાઓ પર સરેરાશ 10 ટકા જ મતદાન નોંધાયું હતું. જોકે આ પહેલાં તમામ ચૂંટણીઓમાં બપોર સુધીમાં સારી એવી મતદાનની ટકાવારી નોંધાતી હતી. પરંતુ આ વખતની ચૂંટણીમાં માત્ર 10 ટકા મતદાન નોંધાતા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ માટે ચિંતાનો વિષય બની ગયો છે.

ગુજરાતમાં હાલ ગોકળગતિએ મતદાન ચાલી રહ્યું છે. મતદાતાઓમાં નિરસતાં જણાઇ આવતાં રાજકીય પક્ષોમાં ચિંતાનું વાવાઝોડું પ્રસરી ગયું છે. જોકે ઓછુ મતદાન નોંધાવા પાછળ પાટીદાર ફેક્ટરને પણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે. આ સિવાય ખુબ જ ઝડપથી યોજવામાં આવેલી ચૂંટણી પણ જવાબદાર હોઇ શકે છે ત્યારે તહેવારોને કારણે પણ ચૂંટણીને અસર પહોંચી છે.

You might also like