વર્ષ ૨૦૧૫-૧૬માં શેરબજારમાં રોકાણ કરનારા ૧૦ ટકા ધોવાયા

અમદાવાદ: કેલેન્ડર વર્ષ ૨૦૧૬ની શરૂઆતના જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ બે મહિનામાં શેરબજારમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ માર્ચ મહિનાની શરૂઆતે અેફઆઇઆઇની જોરદાર લેવાલીને પગલે બજારમાં ફરી એક વખત સુધારો નોંધાયો હતો, જોકે તેમ છતાં પણ નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ના વર્ષના અંતે લેખાજોખાં જોઇએ તો શેરબજારના રોકાણકારો ૧૦ ટકા ધોવાઇ ચૂક્યા છે.

સેન્સેક્સમાં ૨૦૧૫-૧૬ના વર્ષમાં ૧૦.૮ ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે નિફ્ટીમાં ૧૦.૪૫ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે તો બીજી બાજુ શેરબજારની સામે શેરબજાર કરતાં ડોલરમાં રોકાણ કરનારા ફાવ્યા છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ડોલરમાં રોકાણ કરનારાઓને ૬.૧૧ ટકા જેટલું રિટર્ન મળ્યું છે.
જ્યારે સોનામાં રોકાણ કરનારાઓને ૧૦.૪૮ ટકા રિટર્ન મળ્યું છે.

નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં સોનામાં ૨૮૦૦ રૂપિયાનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે, જ્યારે તેની સામે ચાંદીમાં પ્રતિકિલોએ માત્ર ૫૦૦ રૂપિયાનો સુધારો જોવાયો છે. આમ, નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં ચાંદીમાં માત્ર ૧.૩૩ ટકા જેટલું જ રિટર્ન જોવા મળ્યું છે.

૩૧.૦૩.૨૦૧૫     ૧૮.૦૩.૨૦૧૬      ટકાવારીમાં વધ-ઘટ
સોનું              રૂ. ૨૬,૭૦૦             રૂ. ૨૯,૫૦૦           + ૧૦.૪૮
ચાંદી             રૂ. ૩૭,૫૦૦             રૂ. ૩૮,૦૦૦           + ૧.૩૩
રૂપિયો                ૬૨.૬૭                   ૬૬.૫૦              + ૬.૧૧
સેન્સેક્સ             ૨૭,૯૭૫                 ૨૪,૯૫૨            – ૧૦.૮૦
નિફ્ટી                 ૮,૪૯૨                      ૭,૬૦૪            – ૧૦.૪૫

You might also like