ગુજરાતના માર્ગે ભારતમાં ઘૂસેલા 10 આતંકવાદીઓમાંથી 3ને ઠાર માર્યા: રિપોર્ટ્સ

અમદાવાદ: પાકિસ્તાનથી ગુજરાતના માર્ગે દેશમાં દાખલ થનાર 10 સંદિગ્ધ આતંકવાદીઓમાંથી ત્રણ આતંકવાદીઓને સુરક્ષાબળોએ ઠાર માર્યા છે. આ આતંકવાદી ગુજરાતના માર્ગેથી ભારતમાં દાખલ થયા હતા અને તેમની મંશા મહાશિવરાત્રિના અવસર પર દેશમાં આતંકવાદી હુમલો કરવાની હતી. મંગળવારે એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.

સીએનએન આઇબીએનના અહેવાલ અનુસાર સુરક્ષા અધિકારીઓએ લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહંમદના સંદિગ્ધ 10 આતંકવાદીઓનું લોકેશન શોધી કાઢ્યું અને તેમાંથી ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા જ્યારે બાકીના આતંકવાદીઓને ઝડપી પાડવા માટે એક તલાશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

મીડિયા રિપોર્ટોમાં સૂત્રોના અહેવાલે જણાવવામાં આવ્યું છે કે આતંકવાદીઓનું લોકેશન દેશના પશ્વિમી ભાગમાં મળ્યું છે. સુરક્ષા અધિકારીઓએ બાકી બચેલા આતંકવાદીઓને જીવતા પકડવા માંગે છે જેથી તેમને પુરાવા તરીકે રજૂ કરી શકાય. એટલું જ નહી, આતંકવાદીઓની મંશા સોમનાથ મંદિર પર હુમલો કરવાની હતી જેને નિષ્ફળ કરી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું હતું કે ગુજરાતના માર્ગે ભારતમાં દાખલ થનાર 10 પાકિસ્તાની આતંકવાદી મહાશિવરાત્રિના અવસરે સોમનાથ મંદિર સહિત પ્રતિષ્ઠિત સ્થળો તથા ગીચ વિસ્તારોમાં હુમલો કરી શકે છે. ગુપ્તચર એજન્સીઓના એલર્ટ બાદ ધાર્મિક સ્થળો, તથા ગીચ વ્યસ્ત વિસ્તારોમાં આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.

You might also like