છત્તીસગઢમાં પોલીસ-નકસલીઓ વચ્ચે ફાયરિંગ, 10 માઓવાદીઓ મોતને ભેટ્યા

છત્તીસગઢના બિજાપુરમાં નક્સલીઓ વિરુદ્ધ સુરક્ષાદળોને સફળતા મળી છે. બિજાપુરના નકસલ પ્રભાવિત પૂજારી કાંકેર વિસ્તારમાં તેલંગણા પોલીસ અને છત્તીસગઢ પોલીસે જોઈન્ટ ઑપરેશન કરીને એક ટૉપ કમાન્ડર સહિત 10 નકસલીઓને ઢાળી દીધા છે.

આ ઑપરેશનમાં તેલંગણા પોલીસના કમાન્ડર પણ શહિદ થયા છે. સ્પેશિયલ DG ડીએમ અવસ્થીએ નકસલીઓ વિરુદ્ધ સફળ થયેલા ઑપરેશનની પુષ્ટિ કરી છે. આ તમામ નકસલીઓ તેલંગણા સ્ટેટ કમિટી ઑફ સીપીઆઈના માઓવાદીઓ હતા. માર્યા ગયેલા માઓવાદીઓમાં હરિ ભૂષણ પણ સામેલ હતો, જે તેલંગણા સ્ટેટ કમિટીનો લીડર હતો. હરિ ભષૂણ આસપાસના વિસ્તારોમાં કુખ્યાત હતો.

જાણકારી બાજ વિસ્તારમાં તેલંગણાના ગ્રેહાઉન્ડ દળ અને બિજાપુર જિલ્લાના ડીઆરજી, એસટીએફ અને જિલ્લા દળના જવાનોને ફાયરિંગ માટે રવાના કરી દીધા હતા. સવારે લગભગ 6.30 વાગ્યે ગ્રેહાઉન્ડની ટીમ પૂજારી કાંકેર ગામના જંગલમાં પહોંચી હતી, ત્યારે જ નકસલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેના બાદ પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી. થોડા સમય ચાલેલી ફાયરિંગ બાદ નકસલીઓ ફરાર થવા લાગ્યા હતા.

You might also like