10 મે થી દર રવિવારે દેશભરમાં બંધ રહેશે પેટ્રોલ પંપ

કુરક્ષેત્ર: પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના રાષ્ટ્રીય એક્ઝિક્યુટિવએ એક મોટો નિર્ણય લીધો છે. કુરુક્ષેત્રમાં થયેલી બેઠકમાં એસોસિએશનએ નિર્ણય લીધો છે કે 10 મે થી દર રવિવારે દેશભરના પેટ્રોલ પંપ બંધ રહેશે. જો કે પેટ્રોલ કંપનીઓની પ્રતિક્રિયા હજુ સુધી આ નિર્ણય પર હજુ સુધી આવી નથી પરંતુ ડીલર્સ એસોસિએશનએ સ્પષ્ટ કર્યું છે કે જો પેટ્રોલ કંપનીઓએ આ નિર્ણયને માન્યો નથી તો દેશભરમાં પેટ્રોલ પંપ માત્ર એક શિફ્ટ એટલે કે 8 કલાક સુધી જ ખુલ્લા રહેશે.

કુરુક્ષેત્રમાં થયેલી આ બેઠકમાં પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના મોટા પદાધિકારી પહોંચ્યા હતા. સાથે આ બેઠકમા ખાદ્ય પૂરવઠો અને વન રાજ્યમંત્રી કર્ણદેવ કંબોજ પણ પહોંચ્યા હતા. કંબોજે પેટ્રોલિયમ એસોસિએશનના પદાધિકારીઓ તરફથી આ બાબતે ચર્ચા કરી અને એમના આ નિર્ણય બાદ એમનાથી દરેક શક્ય એટલી મદદ કરશે એનું આશ્વાસન પણ આપ્યું.

http://sambhaavnews.com/

You might also like