દેશભરમાં 10 લાખ વેપારીઓનું વોલમાર્ટ-ફ્લિપકાર્ટ વિરુધ્ધ વિરોધપ્રદર્શન

દેશભરમાં વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ ડીલના વિરોધમાં વેપારીઓએ મોરચો ખોલી દીધો છે. આજે કરોલ બાગમાં કંફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એસોસિયેશનના નેતૃત્વમાં વેપારીઓ પ્રદર્શન યોજશે.

કંફેડરેશનના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલાએ જણાવ્યું કે દેશભરમાં અંદાજે એક હજાર જગ્યા પર અંદાજે 10 લાખ વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. કેન્દ્ર સરકારને ડીલ રદ્દ કરવામાં માગણી કરવામાં આવશે.

દિલ્હીમાં વેપારીઓ બપોરે આર્યસમાજ મંદિરની બહાર ભેગા થશે. તો બીજી તરીફ કંફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે જીએસટીના એક વર્ષ પૂરા થવા પર કહ્યું કે વેપારીઓ પર સામાનનું બિલ નહી દેવાનો આરોપ ખોટો છે.

ઘણા બધા મામલે ખરીદ કરનારાઓ બિલ લેતા નથી. તેઓને એમ લાગે છે કે બિલ લેવાથી વધારે પૈસા આપવા પડશે. ગ્રાહકોને જાગૃત કરવાની જરૂર છે કે તેઓ જે માલ ખરીદી રહ્યાં છે તેનું બિલ અવશ્ય લે.

You might also like