૧૦ લાખથી વધુ જમા કરાવનારને આઈટીની નોટિસ

મુંબઇ: ૮ નવેમ્બર બાદ બેન્કોમાં મોટી માત્રામાં લોકોએ નાણાં જમા કરાવ્યા હતા. દરમિયાન બેન્ક ખાતામાં જે લોકોએ દશ લાખ રૂપિયાથી વધુ નાણાં જમા કરાવ્યા છે તેઓને ઇન્કમટેક્સની નોટિસો મળી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા આવા ખાતાધારકોનો ઓનલાઇન સંપર્ક કરવામાં આવશે તથા ખાતાધારકોએ પણ આ સંબંધે ખુલાસો કરી જવાબ આપવો પડશે.

ઇન્કમટેક્સ વિભાગનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ આવકવેરા વિભાગ આ સંબંધે જરૂર લાગે તો વધુ સખત કાર્યવાહી પણ હાથ ધરી શકે છે. ૧.૫ લાખથી વધુ બેન્ક ખાતાઓમાં ૧૦ લાખથી વધુ ડિપોઝિટ હોવાની વિગતો આઇટી ડિપાર્ટમેન્ટની સામે આવી છે. એટલું જ નહીં એક કરોડ જેટલાં બેન્ક ખાતાંમાં શંકાસ્પદ રકમો જમા થઇ હોવાની માહિતી ડિપાર્ટમેન્ટને પહોંચી છે. આવાં ખાતાં ૭૫ લાખ લોકોના છે. નોંધનીય છે કે પાછલા બે મહિનામાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સર્ચ અને સર્વેની કાર્યવાહી દરમિયાન ૧૧૦૦ જેટલા કેસ કર્યા હતા.
http://sambhaavnews.com/

You might also like