મે મહિનામાં ભારતની આ જગ્યા પર કરો સમર ફેસ્ટિવલ એન્જોય

મે મહિનાની ગરમી તમને એક વખથ ઘની બહાર જતાં રોકશે પરંતુ આ ગરમીઓમાં જ પહાડો અને નદીઓની આસપાસ એવા કેટલાય પ્રકારના ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં આવે છે જે આ સિઝનમાં રાહત અપાવવા કામ કરે છે. દેશ વિદેશથી ટૂરિસ્ટ અહીંના ડાન્સ, મ્યૂઝિક, વાઇન અને કલ્ચરને એન્જોય કરવા આવે છે.

1. કુંભ મેળો
ભારતમાં અલગ અલગ જગ્યાઓ ઉપર આયોજિત થનારો કુંભ મેળો એક અલગ જ છે. જેમાં ભક્તજનો સાથે નાગા સાધુઓની ભીડ જોવા મળે છે. જે તમાની કઠીન તપથી ઓળખાય છે. મેળા દરમિયાન પડનારી શુભ તિથીને નદીમાં સ્નાન કરવાની પરંપરા હોય છે. તેની પાછળ માન્યતા હોય છે કે તે બધઆ પાપ દૂર કરે છે. આ મેળઓ 22 એપ્રિલ થી 21 મે 2016 સુધી ચાલશે.

kumbh-melo-1

2. માઓત્સુ ફેસ્ટિવલ
નાગાલેન્ડની એઓ જનજાતિ દ્વારા માઓત્સુ ફેસ્ટિવલ ખેતરોમાં વાવણી થયાં પછી ઉજવવામાં આવે છે.પુરુષોથી લઇને મહિલાઓ સુધી પોતાના પારંપારિક પોષાકમાં જોવા મળે છે. સ્થાનિક લોકો સિવાય સહેલાયણીઓની પણ ભીડ જોવા મળે છે. જે લોકો આગની ચારે બાજુ બેસીને મીટ અને વાઇન લાથે એન્જોય કરે છે. મે ના પહેલા અઠવાડિયામાં આ તહેવાર ઉજવાય છે.

maotshu-festival

3. હિમાલયન મ્યૂઝિક ફેસ્ટિવલ
આ ફેલ્ટિવલને ડ્રગ ફ્રી ઇવેન્ટ તરીકે મનાવવામાં આવે છે, બે દિવસ સુધી ચાલનાર આ ફેસ્ટિવલમાં મ્યુઝિક અને આર્ટના ઘણા રંગો જોવા મળે છે. આ મ્યુઝિકમાં ભારતીયથી લઇને ઇન્ટરનેશનલ ડીજે સુધી એક જ સ્ટેજ શેર કરે છે. 7 થી 8 મે સુધી આ તહેવાર ચાલે

himalayn-festival

4. ઉત્તરાખંડ ચાર ધામ યાત્રા
પહાડો પર બરફ ઓછો થાય તે પછી શરૂ થાય છે દિન્દઓની ચાર ધામ યાત્રા. જેમાં ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ, કેદારનાથની યાત્રા હોય છે. દિન્દુઓનું પવિત્ર સ્થળ હોવાને કારણે અહીંયા સહેલાણીઓની ભારે ભીડ જોવા મળે છે. 9 મે થી શરૂઆત થાય

char-dham

5. ઢુંગરી મેળો
મનાલીમાં દેવી હિડિંબાના જન્મ દિવસ પર ઢુંગરી મેળાનું આયોજન કરવામાં આવે છે. જે સતત ત્રણ દિવસ સુધી ચાલે છે. મનાવી ફરવા આવતા લોકો હિડિંબા મંદિરના દર્શન કરવા માટે જરૂરથી આવે છે. તેમાં ખાવા પીવાના, રમકડાં, મેકઅપ જેવી ચીજવસ્તુઓના સ્ટોલ નાંખવામાં આવે છે. આ તહેવારમાં સ્થાનિક લોકો પોતાના ખાસ પહેરવેશમાં લોક નૃત્ય અને સંગીતની પ્રસ્તૃતિ કરે છે. 14 મેથી 16 મે સુધી આ ફેસ્ટિવલ ચાલે

himalayn-festival

6. માઉન્ટ આબૂ સમર ફેસ્ટિવલ
માઉન્ટ આબૂ સમર ફેસ્ટિવલમાં અહીંયા લોક ગાયન અને ડાન્સની ઝલક જોવા મળે છે. આ ઉપરાંત બોટ રેસિંગ અને રોલર સ્કેટિંગ રેસ જેવા સ્પોર્ટસને એન્જોય કરે છે. રાતે અંધારામાં અલગ અલગ પ્રકારની આતશબાજી પણ કરે છે. 20 મે થી 21 મે સુધી આ ફેસ્ટિવલ ચાલે છે.

dhungri-melo

7. બુદ્ધ પૂર્ણિમાં
બુદ્ધ જયંતિને બુદ્દ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ પણ થયો હતો. આ દિવસે બૌદ્ધ ભિક્ષુક એક સાથે મળીને પ્રાર્થના કરે છે, મેડિટેશન કરે છે અને પછી તેમની પૂજા કરવામાં આવે છે. આ પ્રસંગે ઇન્ડિયન રેલ્વે એક ખાસ ટ્રેન ચલાવાય છે જેનાથી તમે દરેક બૌદ્ધ સ્થાનો પર દર્શ કરી શકો છો.

budh-purnima

8. સાગા દાવા
સાગા દાવા, તિબ્બતિ લૂનર કેલેન્ડરના ચોછા મહિનામાં સેલિબ્રેટ કરવામાં આવે છે. જે તિબ્બત બૌદ્ધો માટે સૌથી પવિત્ર મહિનો હોય છે.એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન બુદ્ધનું મૃત્યું થયું હતું અને તેમને તેમના શિષ્યને કહ્યું હતું કે મર્યા પછી તેમના શરીરને દીવા અને ફૂલો જેવી વસ્તુઓથી સજાવવામાં આવે નહીં. 21 મે સુધી આ તહેવાર ઉજવવામાં આવે છે.

saga-dawa

9. ઊંટી સમર ફેસ્ટિવલ
ઊંટી તામિલનાડુનું ઘણું જાણીતું હિલ સ્ટેશન છે. દર વર્ષે મે મહિનામાં અહીં સમર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. કુન્નુરના સિમ પાર્કમાં ફ્રૂટ અને ઉંટીના બોટેનિકલ ગોર્ડનમાં ફ્લાવર શો થાય છે. અહીં આવાનારા લહેવાણીઓની સંખ્યા વધતી જાય છે. ટ્રોય ટ્રેનની સફારી લોકોને અહીંયા સુધી પહોંચાડવાનું કામ કરે છે. 21 મે થી 29 મે સુધી આ ફેસ્ટિવલ ચાલે છે.

ooty-festivl

10. પાર્વતી પીકિંગ ફેસ્ટિવલ
કસોલમાં દર વર્ષે મે મહિનામાં થનારા પાર્વતી ફેસ્ટિવલ ઘણો અનોખો હોય છે. જેમાં એક નહીં, બે નહીં પરંતુ 17 દેશોમાં સ્પેન, ઇઝારાયેલ, સ્વીડન. સ્વીત્ઝરલેન્ડ, સાઉથ આફ્રિકા, ગ્રીસ, રુસ અને ભારતમાં લાઇવ પર્ફોમન્સ જોવા મળે છે. આ 27 થી 30 મે સુધી ફેસ્ટિવલ ચાલે છે.

parvati

You might also like