સફળતા પ્રાપ્ત કરવા માટે યાદ રાખો વિવેકાનંદની આ 10 વાતો

નવી દિલ્હી: આપણા દેશમાં ઘણા એવા મહાપુરૂષો થયા છે, જેમના જીવન અને વિચારમાંથી કોઇપણ વ્યક્ત ઘણું બધુ શીખી શકે છે. તેમના વિચારો એવા છે કે નિરાશ વ્યક્તિ પણ જો તેને વાંચે તો તેના જીવનમાં જીવવાનો એક નવો હેતુ મળી શકે છે. જાણો સ્વામી વિવેકાનંદના એવા જ અનમોલ વિચારો જે તમાર જીવનની દિશા અને બદલી શકે છે.

1. અભ્યાસ માટે જરૂરી છે એકાગ્રતા, એકાગ્રતા માટે જરૂરી છે ધ્યાન. ધ્યાનથી આપણે ઇન્દ્રિઓ પર સંયમ રાખી એકાગ્રતા પ્રાપ્ત કરી શકીએ છીએ.

2. જ્ઞાન સ્વયંમાં વર્તમાન છે, મનુષ્ય ફક્ત તેનો આવિષ્કાર કરે છે.

3. ઉઠો જાગો ધ્યેય જાગૃતિ સુધી મંડ્યા રહો.

4. જ્યાં સુધી જીવવું, ત્યાં સુધી શીખવું, અનુભવ જ જગતમાં સર્વશ્રેષ્ઠ શિક્ષક છે.

5. પવિત્રતા, ધૈર્ય અને ઉદ્યમ- આ ત્રણ ગુણો હું એક સાથે ઇચ્છું છું.

6. લોકો તમારી સ્તુતિ કરે કે નિંદા, લક્ષ્ય તમારા ઉપર કૃપાળુ થાય કે ન થાય, તમારું મૃત્યું આજે થાય કે પછી યુગમાં, તમે ન્યાયપથ પરથી ક્યારેય ભ્રષ્ટ ન થાવ.

7. જે સમયે જે કામ માટે પ્રતિજ્ઞા કરો, બરોબર તે જ સમયે તેને કરવું જ જોઇએ, નહીતર લોકોનો વિશ્વાસ ઉઠી જાય છે.

8. જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ નથી કરતાં ત્યાં સુધી તમે ભગવાન પર વિશ્વાસ નથી કરી શકતા.

9. એક સમયમાં એક કામ કરો, અને આમ કરતી વખતે તમારો આત્મા તેમાં પરોવી દો અને બાકી બધુ ભૂલી જાવ.

10. જેટલો મોટો સંઘર્ષ હશે જીત એટલી જ મોટી હશે.

You might also like