અમદાવાદમાંથી ૧૦ યુવતીઓ રહસ્યમય રીતે લાપતા, સઘન શોધખોળ

અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ૧૦ યુવતીઓ ભેદી રીતે લાપતા બનતાં પોલીસે જાણવાજોગ નોંધ કરી સઘન શોધખોળ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે વટવામાં રહેતી સોનમ ગોપીચરણ વર્મા, રામોલમાં રહેતી રેહાનાબાનુ કૌશરઅલી અન્સારી, રખિયાલમાં રહેતી આયેશાબાનુ અનવરભાઇ સૈયદ અને નરોડામાં રહેતી મનીષા પ્રભુદયાલ બારોટ નામની આ યુવતીઓ અચાનક લાપતા બની ગઇ હતી.

આ ઉપરાંત સરસપુરમાં રહેતી ખુશબૂ હમીરભાઇ મહાલિયા, કૃષ્ણનગરમાં રહેતી સોની મહાદેવભાઇ વિશ્વકર્મા, ઘાટલોડિયામાં રહેતી માનસી વિજયભાઇ પટેલ અને ચાંદલોડિયામાં રહેતી ખુશબૂ રમેશભાઇ પંચાલ પણ ભેદી રીતે લાપતા બની ગઈ હતી. પોલીસે શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં વાયરલેસ દ્વારા સંદેશા પાઠવી સઘન શોધખોળ શરૂ કરી છે.

You might also like