ખેડૂતોની જાહેરાત, શહેરમાં 10 દિવસ નહીં મોકલાય શાકભાજી અને દૂધ

ચંદીગઢમાં યોજાયેલી ખેડૂતોના નેતાઓની બેઠકમાં 1 થી 10 જૂન સુધી ગામડાઓ બંધ તેમજ ગામડાઓમાં બહાર શહેરમાં કોઇ સામાન જેમ કે શાકભાજી, દૂધ અને ફળ ના મોકલવાની જાહેરાત કરી છે. ચંદીગઢના પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક ખેડૂત સંગઠનો સાથે જોડાયેલ ખેડૂત નેતાઓએ બેઠક યોજી હતી.

એગ્રીકલ્ચર એક્ટિવિસ્ટ દેવેન્દ્ર શર્માની અધ્યક્ષતામાં એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં જાહેરાત કરવામાં આવી હતી કે 1 જૂથી લઇને 10 જૂન સુધી ગામડાઓમાં બંધ પાળવામાં આવશે અને કોઇપણ ગામમાંથી બહાર સામાન મોકલવાની મંજૂરી આપવામાં આવશે નહી. આ સાથે જો જરૂરી કામ ન હોય તો ગામડાઓનો ખેડૂત તેમજ તેનો પરિવાર ગામની અંદર જ રહેશે અને તે પણ શહેર તરફ નહી જાય.

ખેડૂત નેતાઓનું કહેવું હતું કે છેલ્લા કેટલાક સમયથી સ્વામીનાથન રિપોર્ટ લાગૂ કરવા તેમજ ખેડૂતોની આવક સારી કરવાને લઇને સરકાર સમક્ષ ઘણી વખત રજૂઆત કરવામાં આવી તેમજ આંદોલન પર કર્યા તેમ છતાં સરકાર આ ખેડૂતોની માગણીઓ સ્વીકારતી નથી ત્યારે આવામાં ખેડૂત આંદોલન કરવા મજબૂર થઇ ગયો છે.

દેશના કેટલાંક ભાગમાં ખેડૂતોએ પોતાની માગણીને પૂરી કરવા એક અલગ રસ્તો અપનાવ્યો છે. જેને લઇને સરકાર જ નહીં પરંતુ આમ જનતાને પણ અસર થશે. ખરેખર ચંદીગઢમાં યોજાયેલી બેઠકમાં ખેડૂત નેતાઓએ સરકાર પ્રતિ પોતાનો રોષ વ્યક્ત કરતાં કહ્યું કે 1 થી 10 જૂન સુધી ગામ બંધ કરવાની જાહેરાત કરી હતી.

આ પગલું પોતાની માગણી પુરી ન થતાં ઉઠાવ્યો છે. ગામ બંધ દરમિયાન એટલે 1 થી 10 જૂન સુધી ખેડૂત પોતાના ગામમાં જ રહેશે. જેના હેઠળ ગામમાંથી બહાર કોઇપણ સામાન મોકલવામાં આવશે નહીં. જેમાં શાકભાજી, ફળ અને દૂધ પણ શહેર સુધી મોકલવામાં આવશે નહીં.

શાકભાજી, ફળ અને દૂધ દરેકના ઘરની રોજીંદી જરૂરિયાત છે આમ જો 10 દિવસ સુધી ગામડાઓમાંથી આ સપ્લાય બંધ કરવામાં આવશે તો ચોક્કસ આમજનતાએ ઘણી તકલીફ પડશે. 1 જૂથી લઇને 10 જૂન સુધી ગામડાઓમાં બંધ પાળવામાં આવશે અને કોઇપણ ગામમાંથી બહાર સામાન મોકલવાની મંજૂરી આપવામાં આવશે નહી. આ સાથે જો જરૂરી કામ ન હોય તો ગામડાઓનો ખેડૂત તેમજ તેનો પરિવાર ગામની અંદર જ રહેશે અને તે પણ શહેર તરફ નહી જાય.

You might also like