મોદીની ‘મન કી બાત’થી અાકાશવાણી ‘માલામાલ’: દસ કરોડની કમાણી કરી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત કાર્યક્રમથી એકબાજુ સાધારણ મુદ્દાઅો પર દેશના અનેક લોકો સાથે વાત કરે છે અને તેમના વિચાર જાણે છે. તો બીજી તરફ અા કાર્યક્રમ અાકાશવાણી માટે વ્યવસાયિક રીતે લાભદાયક સાબિત થયો છે. અાકાશવાણીઅે છેલ્લાં બે વર્ષની અંદર અા કાર્યક્રમના માધ્યમથી ૧૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

માહિતી અને પ્રસારણ રાજ્ય પ્રધાન કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોડે પણ લોકસભામાં અા બાબતની જાણકારી અાપી હતી. તેમણે જણાવ્યું કે મન કી બાત કાર્યક્રમથી અોલ ઇન્ડિયા રેડિયોને ૨૦૧૫-૧૬માં ૪.૭૮ કરોડ રૂપિયા અને ૨૦૧૫-૧૬માં ૫.૧૯ કરોડ રૂપિયાની અાવક થઈ છે. ૩ અોક્ટોબર ૨૦૧૪ના રોજ શરૂ થયેલા અા માસિક રેડિયો કાર્યક્રમને દેશભરમાં લાખો લોકો સાંભળે છે.

સરકારનો દાવો છે કે અા કાર્યક્રમ ભારતની ૯૯ ટકા જનતા સુધી પહોંચે છે. અા કારણે અા કાર્યક્રમમાં જાહેરાતના દર પણ વધુ હોય છે. સમાચાર મુજબ અાખા દેશમાં પહોંચતા હોવાના કારણે તમામ કંપનીઅો અા રેડિયો શો પહેલા જાહેરાત અાપવા ઇચ્છે છે. અા રેિડયો કાર્યક્રમ દ્વારા પીએમ દેશના મહત્વના સામાજિક, અાર્થિક અને રાજકીય મુદ્દાઅો પર જનતા સાથે સંવાદ કરે છે અને જનતાની મરજી જાણવાની કોશિશ કરે છે.

દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થતા અા કાર્યક્રમને હિન્દી ઉપરાંત ૧૮ ભાષાઅો અને ૩૩ બોલીઅોમાં અે જ દિવસે પ્રસારિત કરાય છે. અા કાર્યક્રમનું અંગ્રેજી અને સંસ્કૃત સંસ્કરણ પણ લોકો સુધી પહોંચાડાય છે. અા કાર્યક્રમની રૂપરેખાને જોતાં અાકાશવાણીઅે તેને વિદેશમાં પણ પ્રસારિત કરવાની વ્યવયસ્થા કરી છે.

ઇન્ટરનેટ અને શોર્ટવેવ ટ્રાન્સમિશનના માધ્યમથી િવદેશોમાં અા કાર્યક્રમ લોકપ્રિય બન્યો છે. રાઠોડે જણાવ્યું કે અા કાર્યક્રમથી રેડિયોના દિવસો ફરી એકવાર સુધારવા લાગ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીઅે અા કાર્યક્રમ ૩ અોક્ટોબર ૨૦૧૪ના રોજ શરૂ કર્યો હતો. અા ઉપરાંત રાજ્ય પ્રધાને જણાવ્યું કે અાકાશવાણી માટે સમાચાર એજન્સી પીટીઅાઈ અને યુએનઅાઈની સેવાઅો બંધ કરવાની કોઈ યોજના નથી. અાકાશવાણીનો સમાજ સેવા વિભાગ હાલમાં પીટીઅાઈ અને યુઅેનઅાઈ સમાચાર એજન્સીઅોની સેવાઅો લઈ રહી છે. હિંદુસ્તાન સમાચારની ફ્રી સેવાઅો પણ પ્રયોગાત્મક ધોરણે લેવાઈ રહી છે.
http://sambhaavnews.com/

You might also like