મુદ્રા યોજના દ્વારા ૧૦ કરોડ લોકોને રોજગાર મળ્યાઃ PM મોદી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૮ના નવા વર્ષમાં પ્રથમ ઈન્ટરવ્યૂ આપ્યો છે. આ ઈન્ટરવ્યૂમાં દેશના અર્થતંત્રથી લઈને ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ પુછાયેલા પ્રશ્નોના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષોને કડક જવાબ આપ્યા છે. બજેટ પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ટરવ્યૂમાં દેશના અર્થતંત્રને લઈ ઘણી વાતો કરી હતી.

ગુજરાતની ચૂંટણીને લઈ જ્યાં તક મળી ત્યાં વિરોધીઓએ રોજગારના મામલે સરકારને ઘેરી લીધી હતી. પીએમ મોદીએ રોજગાર પર વિરોધીઓને જવાબ આપ્યા હતા. ન્યૂટ્રલ એજન્સીના રિપોર્ટ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે મુંદ્રા યોજનાથી ૧૦ કરોડ લોકોને રોજગાર મળ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે મુદ્રા યોજના હેઠળ લોકોને રૂ. ચાર લાખ કરોડ આપવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ અને ૨૦૧૯ની ચૂંટણીને લઈ જણાવ્યું હતું કે ચૂંટણીના હિસાબ-કિતાબમાં અમે સમય બરબાદ કરતા નથી. અમને દેશની પ્રજા પર વિશ્વાસ છે, સાથે જ તેમણે જણાવ્યું હતું કે બજેટમાં અમારો એકમાત્ર એજન્ડા વિકાસ છે.

એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદીએ જીએસટી અને નોટબંધી પર બોલતાં જણાવ્યું હતું કે જો આ બે કામ માટે જ મારી સરકારનું મૂલ્યાંકન કરવામાં આવે તો તે અમારી સાથે અન્ય સમાન છે. આ દેશમાં બેન્કના રાષ્ટ્રીયકરણ બાદ પણ ૩૦થી ૪૦ ટકા લોકો બેન્કિંગ સિસ્ટમની બહાર હતા, જેમને અમે સિસ્ટમમાં પરત લાવ્યા છીએ. આ સાથે જ પીએમ મોદીએ કન્યા શાળાઓમાં શૌચાલયનું નિર્માણ, ૩.૩૦ કરોડ લોકોનાં ઘર સુધી ગેસ કનેક્શન પહોંચાડવાની યોજના અને ૯૦ પૈસામાં ગરીબોને ઈન્સ્યોરન્સ જેવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.

You might also like