ધો.૧૦-૧રનાં પરીક્ષા ફોર્મ ભરવાની મુદતમાં વધારો થવાની શક્યતા

અમદાવાદ: ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાનાં ફોર્મ ભરવા માટેની કામગીરી શરૂ થઇ ચૂકી છે. આ ફોર્મ ભરવા માટે ૧૦ ઓકટોબરથી ૧૧ નવેમ્બર સુધીનો સમય શિક્ષણ બોર્ડ દ્વારા ફાળવાયો છે. પરંતુ આ સમયગાળામાં દિવાળી વેકેશન હોવાના કારણે વિદ્યાર્થીઓનાં પરીક્ષા ફોર્મ ભરવા માટે માત્ર આઠ જ દિવસનો સમય મળે છે. આટલા ટૂંકા ગાળામાં શાળાના તમામ વિદ્યાર્થીઓનાં ફોર્મ ઓનલાઇન રજિસ્ટર્ડ કરવા માટેનો સમયગાળો અપૂરતો હોઇને શાળા સંચાલકો દ્વારા શિક્ષણ બોર્ડમાં આ બાબતે રજુઆત કરાઇ છે.

જેના કારણે બોર્ડ દ્વારા ફોર્મ રજિસ્ટ્રેશનની કામગીરી માટે વધુ ૧૦ દિવસ જેટલો સમય આપવામાં આવશે. ૧૦ ઓકટોબરથી ૧૧ નવેમ્બર સુધીમાં ફોર્મ ભરવા પડશે. ૧રથી ૧પ ઓકટોબર શિક્ષકો માટે તાલીમનું આયોજન કરાયું છે ત્યારે શિક્ષકોની ગેરહાજરીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શિક્ષકોની તાલીમ યોજાયેલી હોવાના કારણે થઇ શકશે નહીં તા. ૧૬ ઓકટોબરથી શાળામાં દિવાળી વેકેશનની રજાઓ જાહેર થવાની શક્યતા છે. જે ૧૬ ઓકટોબરથી શરૂ થનારું વેકેશન પ નવેમ્બર સુધી ચાલશે, જેના કારણે આ દિવસો દરમ્યાન પરીક્ષા ફોર્મ રજિસ્ટ્રેશનની કામગીરી થઇ શકશે નહીં. આ તમામ કારણોને બાદ કરતાં વિદ્યાર્થીઓ પાસે માત્ર આઠ દિવસનો સમય
બચતો હોઇને તારીખ લંબાવાશે. આ અંગે માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ એ.જે. શાહે જણાવ્યું હતું કે ફોર્મ ભરવાની મુદત પૂરી થવાના સમયે કામ બાકી રહ્યું હશે તો ચોક્કસથી તારીખ લંબાવવા અંગે વિચારીશું. હજી પ્રક્રિયા શરૂ થયાને બે જ દિવસ થયા હોવાથી પછીથી પોઝિટિવ નિર્ણય લેવાશે.

You might also like