10 વર્ષમાં 10,000 સીએનજી સ્ટેશન ઊભાં કરાશેઃ ધર્મેન્દ્ર પ્રધાન

728_90

નવી દિલ્હી: ભારતમાં ર૦૩૦ સુધીમાં ૧૦,૦૦૦ સીએનજી સ્ટેશન ખોલવામાં આવશે એવું કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પ૮મા વાર્ષિક સિયામના સમારોહ ખાતે જણાવ્યું હતું. દેશમાં એપ્રિલ-ર૦૧૮ સુધીમાં કુલ ૧૪ર૪ સીએનજી સ્ટેશન છે. આ સીએનજી સ્ટેશન પર ભારતમાં વેચાતી ૩૦ લાખ સીએનજી કારને ઇંધણ પૂરું પાડે છે.

સીએનજી પમ્પ ઊભા કરવા માટે સૌ પહેલાં કંપનીઓ જમીનની ડિમાન્ડ કરે છે. કંપનીઓ લીઝ પર જમીન લે છે. આ રીતે જમીનને લીઝ પર આપવાથી લોકોને કમાણી થઇ શકશે.

બીજું તમે જમીન પર સ્વયં પણ ડીલર‌િશપ મેળવી શકશો. આ માટે કંપની તમારી સાથે પાર્ટનર‌િશપ કરશે. જેને લેન્ડ લિન્ક સીએનજી સ્ટેશન પોલિસી કહેવામાં આવશે છે.

તમામ કંપનીઓ પોતાની જરૂર મુજબ સીએનજી સ્ટેશન માટે ટેન્ડર બહાર પાડે છે, જેમાં લોકેશન સહિત તમામ જરૂરિયાતો આપવામાં આવે છે અને તેના આધારે સીએનજી સ્ટેશન માટે અરજી કરી શકાય છે. હાલ દેશમાં ૬ કંપનીઓ સીએનજી પમ્પ માટે ડિસ્ટ્રિબ્યૂશન કરે છે, જેમાં ઇન્દ્રપ્રસ્થ ગેસ લિ., મહારાષ્ટ્ર નેચરલ ગેસ લિ., સેન્ટ્રલ યુપી ગેસ લિ., ગ્રીન ગેસ લિ., ગેલ ગેસ લિ., મહારાષ્ટ્ર ગેસ લિ. અને વડોદરા ગેસ લિ.નો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સીએનજી પમ્પ ખોલવા માટે જમીનનો ખર્ચ બાદ કરીએ તો ઇક્વિપમેન્ટ, એમ્પ્લોઇ કોસ્ટ, કન્સ્ટ્રક્શન કોસ્ટ અને લાઇસન્સ ફી મળીને કુલ રૂ.એક કરોડનો ખર્ચ થાય છે અને આ માટે બેન્ક લોન પણ મળે છે.

You might also like
728_90