10 આતંકવાદીઓને પછાડનાર બહાદુર કમાન્ડો શહીદ

શ્રીનગર : સેનાનાં ખાસ દળનાં કમાન્ડો લાન્સ નાયક મોહનનાથ ગોસ્વામી શહિદ થઇ ગયા હતા. તેઓ કાશ્મીરનાં હંદવારામાં ગુરૂવારે આતંકવાદીઓ સામે લડતા શહિદ થઇ ગયા હતા. ગત્ત 11 દિવસોની નાનકડી અવધિમાં આતંકવાદ વિરોધી અલગ અલગ અભિયાનોમાં તેમણે 10 આતંકવાદીઓને પકડી પાડવાનાં અભિયાનનો ભાગ હતા.

ઉધમપુરનાં સૈન્ય પ્રવક્તા કર્નલ એસ.ડી ગોસ્વામીએ જણાવ્યું કે ગત્ત 11 દિવસોમાં તેમણે કાશ્મીર ખીણમાં ત્રણ આથંકવાદ વિરોધી અભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો જેમાં 10 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા અને 1ને જીવતો પકડવામાં આવ્યો હતો. 

પ્રવક્તાએ જણાવ્યું કે લાન્સ નાયક ગોસ્વામી 2002માં સૈન્યનાં પેરા કમાન્ડો સાથે જોડાયેલા હતા. તેમણે જણાવ્યું કે લાન્સ નાયકે પોતાનાં યુનિટનાં બધા અભિયાનોમાં ભાગ લીધો હતો અને જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદ વિરોધી ઘણા સફળ અભિયાનોનો તેઓ ભાગ રહ્યા હતા. 

You might also like