10હજારનાં આંકડાને આંબનાર દિલશાન 11મો ખેલાડી બન્યો

નવી દિલ્હી : દુનિયામાં એવા ક્રિકેટરોની સંખ્યા ઘણી ઓછી છે જેમણે વનડે ક્રિકેટમાં 10000નાં આંકડાને સ્પર્શ્યો હોય કે પછી તેને પાર કર્યો હોય. ક્રિકેટનાં વનડે ઇતિહાસમાં અત્યાર સુધીમાં 10 બેટ્સમેન જ આ કરતબ કરી શક્યા છે. પરંતુ શ્રીલંકાનાં મહાન બેટ્સમેન તિલકરત્ને દિલશાન દુનિયાનો તે 11મો ખેલાડી બન્યો છે જેણે આ કામ કરી દેખાડ્યું છે. તેણે વન ડે ઇતિહાસમાં 11 રન ફટકાર્યા છે. 

પાકિસ્તાનની વિરુદ્ધ પોતાનાં કેરિયરની 319મી વનડે મેચમાં દિલશાને પોતનાં વનડે કેરિયરનાં 10000 રન પુરા કર્યા હતા. આ મેચમાં દિલશાને 70 બોલમાં 63 રન ફટકાર્યા હતા. પોતાનાં 10,000 રન પુરા કરવાની સાથે સાથે ટીમને પણ મજબુત સ્થિતીમાં લાવી દીધી હતી. દિલશાને અત્યાર સુધી 319 વન ડે મેચ રમી છે. જેમાં 39.71ની સ્પિડથી 10,008 રન બનાવ્યા છે. તેનાં નામે 22 શતક અને 45 અર્ધ શતક છે. 

દિલશાન શ્રીલંકાનો પહેલો એવો ખેલાડી નથી જેણે 10 હજારનો સ્કોર પાર કર્યો હોય. તે ચોથો ખેલાડી તેની અગાઉ કુમાર સાંગાકારા (13975), સનત જયસુર્યા (13364) અને મહેલા જયવર્દને (12381)નું નામ પણ છે. 

You might also like