૧ માર્ચથી ખાનગી બેન્કોમાં કેશ ઉપાડ અને જમા કરવાના નિયમો બદલાશે

નવી દિલ્હી: કેશલેસ વ્યવસ્થાને પ્રોત્સાહિત કરવા ૧ માર્ચથી બેન્કિંગના નિયમોમાં ફેરફાર થઇ રહ્યો છે. હવે ખાનગી બેન્કોએ કેશલેસ વ્યવહાર પર ચાર્જ વસૂલવાની તૈયારી કરી દીધી છે. ૧ માર્ચથી ચાર ટ્રાન્ઝેકશન બાદ રૂ.૧પ૦ સુધીની ફી અને સર્વિસ ચાર્જ વસૂલવામાં આવશે. સાથે જ એટીએમમાંથી ઉપાડની મર્યાદાને મર્યાદિત કરવા માટે ફરીથી રિઝર્વ બેન્કના નિયમો લાગુ પડી જશે. એચડીએફસી, આઇસીઆઇસીઆઇ અને એક્સિસ બેન્કે નવા નિયમો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

HDFC બેન્કે નિયમો બદલ્યા
• જો તમે એચડીએફસી બેન્કના ગ્રાહક હો તો ૧ માર્ચથી ચાર વખત જમા ઉપાડ પર કોઇ ચાર્જ લાગશે નહીં અને ત્યાર બાદ પ્રત્યેક જમા-ઉપાડ પર રૂ.૧પ૦નો સર્વિસ ચાર્જ આપવો પડશે.
• તમે એક મહિનામાં તમારી એચડીએફસીની હોમ બ્રાન્ચમાંથી રૂ.બે લાખ સુધી ઉપાડી શકશો. તેનાથી વધારે જો તમે કેશનો ઉપાડ કરશો તો તમારે દર હજારે રૂ.પાંચનો સર્વિસ ચાર્જ અથવા લઘુતમ ચાર્જ રૂ.૧પ૦ આપવો પડશે.
• આ ઉપરાંત બીજી બેન્કની બ્રાન્ચમાંથી રોજ રૂ.રપ,૦૦૦ સુધીનું ટ્રાન્ઝેકશન ફ્રીમાં કરી શકશો.
• રાહતની વાત એ છે કે સિનિયર સિટીઝન અથવા બાળકોનાં ખાતાં પર કોઇ પણ પ્રકારનો ચાર્જ લગાવવામાં આવશે નહીં.
એક્સિસ બેન્ક
• એક્સિસ બેન્કના ગ્રાહકો એક મહિનામાં રૂ.એક લાખ સુધીની રકમ જમા કરી શકશે અથવા ઉપાડી શકશે.
• રૂ.એક લાખથી વધુ રકમ જમા કરવા પર રૂ.૧પ૦નો ચાર્જ ચૂકવવો પડશે.
• ઉપાડની મર્યાદા માટે પ્રત્યેક પાંચમા ઉપાડ બાદ રૂ.૧પ૦નો સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. ત્યાર બાદ પ્રત્યેક ટ્રાન્ઝેકશન પર દર હજાર રૂપિયા પર રૂ.પાંચ અથવા લઘુતમ ચાર્જ રૂ.૧પ૦ ચૂકવવો પડશે.
આઇસીઆઇસીઆઇ બેન્ક
• આઇસીઆઇસીઆઇ બેન્કના ગ્રાહકોએ પોતાની હોમ બ્રાન્ચમાં જમા અને ઉપાડના ચારથી વધુ કેશ ટ્રાન્ઝેકશન પર ઓછામાં ઓછા રૂ.૧પ૦નો ચાર્જ ચૂકવવો પડશે.
• મહિને જમા અને ઉપાડની લિમિટ રૂ.એક લાખ સુધીની મુકરર થઇ શકે છે.

AXIS બેંક
૧ લાખ રૂપિયા દર મહિને જમા કરવા અને ૫મી વખતથી રોકડ ઉપાડ પર ૧૫૦ રૂપિયા અથવા દર હજારે ૫ રૂપિયા ચાર્જ

ICICI બેંક
હોમ બ્રાંચમાં ૪ થી વધુ રોકડ ઉપાડ પર ઓછામાં ઓછા ૧૫૦ રૂપિયા ચાર્જ લેવામાં આવશે.
ATM પર ચાર્જ વસુલવામાં આવશે.

નોટબંધી બાદ એટીએમમાંથી રોજની રોકડ ઉપાડની લીમીટ હાલ તો વધારી દેવામાં આવી છે. પરંતુ આરબીઆઈના જુના નિયમ મુજબ ૫ થી વધારે ટ્રાન્ઝેકશન પર દરેક વખતે ૨૦ રૂપિયા ચાર્જ લાગે છે. જો કે આ નિયમ કયારથી લાગુ કરવામાં આવશે તે અંગેની કોઈપણ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

જાણકારોનું માનીએ તો એચડીએફસી બેંકોએ તેના નિયમમાં ખાસ્સો એવો બદલાવ કર્યો છે. જયારે અન્ય ખાનગી બેંકો પણ તેના નિયમમાં બદલાવ કરવાની તૈયારીમાં છે. તેમજ તેને ૧ માર્ચથી લાગુ પણ પાડી દેશે.

http://sambhaavnews.com/

You might also like