સરકાર એક લાખ કંપનીઓ પર સકંજો કસવાની તૈયારીમાં

નવી દિલ્હી : સરકાર તે એક લાખ કંપનીઓને ઘેરવાની તૈયારીમાં છે જેનુ રજીસ્ટ્રેશન હાલમાં રદ કરવામાં આવ્યુ છે. આ બાબતમાં તેમની સામે ટેક્સ અને મની લોન્ડ્રિંગ નિયમોના ભંગને લઈને પગલા લેવામાં આવશે અને તેની બેંકિંગ ગતિવિધીઓ અટકાવવામાં આવશે. વડાપ્રધાને સીએના એક સંમેલનને સબોંધન કરતા જણાવ્યુ હતુ કે કંપની બાબતના મંત્રાલયે એક લાખ કંપનીઓના નામ રજીસ્ટ્રેશન માંથી હટાવી દિધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ કંપનીઓના બોર્ડના બધા ડાયરેક્ટરોને આવતા પાંચ વર્ષો સુધી બીજી કંપનીઓના બોર્ડમાં આ પદ લેવા માટે પ્રતિબંધ લગાવવામાં આવશે. સરકારનુ આ પગલુ કંપની એક્ટની જોગવાઈ અનુસાર હશે. કંપની બાબતોનુ મંત્રાલય રિટર્ન ફાઈલ ન કરવા પર આ કંપનીઓની સામે કાર્યવાહી કરી ચુક્યુ છે અને હવે આ કંપનીઓનુ લીસ્ટ લઈને બેંકો પાસે જઈ રહ્યુ છે.

આમ કરવાનુ મુખ્ય કારણ કંપનીઓને પોતાના બેન્ક ખાતા ઓપરેટ કરતા અટકાવવા અને લોન લેતા અટકાવવા માટેનુ છે. સુત્ર પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જે કંપનીઓના રજીસ્ટ્રેશન રદ થયા હતા તેમાંથી કેટલીક બેંકની સેવાઓનો લાભ લઈ રહી હતી. કારણ કે ત્યારે બેંકોને આ માહિતી આપવામાં આવી ન હતી.

ઈડી ઉપરાંત એફઆઈયુની પાસે પણ પીએમએલએના નિયમોનો અમલ કરાવવાનો અધિકાર છે. ઈન્કમ ટેક્સ પણ સુચનાઓની તપાસ કરી રહ્યુ છે. સુત્રો એ તરફ ઈસારો કરી રહ્યા છે કે કેટલીક કંપનીઓને બેનામી પ્રોપર્ટી એકઠ હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડશે.

You might also like