પાટણમાં કાર પલટતાં 1નું મોત, 4 ઈજાગ્રસ્ત

પાટણમાં કાર પલટવાની ઘટનામાં 1વ્યક્તિનું મોત નિપજ્યું છે. પાટણના ખારીયા પુલ પાસે અચાનક એક કાર રોડ પરથી પલટી ખાડામાં જઈ પડી હતી, જેમાં એક વ્યકિતનું મોત થયું છે અને 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

રાધનપુર મહેસાણા હાઈવે પરથી પસાર થતી બ્લેક રંગની કાર અચાનક પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને પાટણની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

You might also like