નહી દોડે ટ્રેનો, કારણ કે 11 જુલાઇથી દુનિયાની સૌથી મોટી હડતાળ

નવી દિલ્હી: 11 જૂલાઇથી રેલવેની ગતિ અટકી જશે. ટ્રેનની અવર-જવર ઠપ્પ થઇ જશે. જો કે 11 જુલાઇથી રેલવેના 1.3 મિલિયન કર્મચારી અનિશ્ચિત હડતાળ પર ઉતરી રહ્યાં છે. રેલવે યૂનિયને 11 જુલાઇથી અનિશ્ચિત હડતાળની જાહેરાત કરી દીધી છે.

ઓલ ઇન્ડીયા રેલવે મેંસ ફેડરેશનના મહામંત્રી સહ નેશનલ જોઇન્ટ કાઉન્સિલ કન્વેનર શિવ ગોપાલ મિશ્રાએ 11 જુલાઇથી અનિશ્ચિત ચક્કાજામની જાહેરાત કરી છે. જો કે કેન્દ્ર સરકારના રેલવેકર્મી વિરોધી નીતિઓના લીધે આ મોટી હડતાળની જાહેરાત કરવામાં આવી છે.

રેલવે કર્મીઓની માંગ છે કે ન્યૂનતમ વેતન 26000 રૂપિયા કરવામાં આવે. જ્યારે વધુમાં વધુ વેતન 1.18 કરવામાં આવે. ન્યૂનતમ વેતનવધારો 40 ટકા અને વાર્ષિક વેતન વધારો 5 ટકા થવો જોઇએ. ન્યૂ પેંશન સ્ક્રીમ સમાપ્ત કરીને જૂની પેંશન યોજના લાગૂ કરવામાં આવે. ચાઇલ્ડ લીવમાં સુધારો કરવામાં આવે.

You might also like