કમોસમી વરસાદથી ઘઉંના ઉત્પાદનમાં ૧.૩ કરોડ ટનનો ઘટાડો જોવાય

મુંબઇ: છેલ્લાં ત્રણ-ચાર સપ્તાહમાં દેશના ઉત્તર ભારતનાં કેટલાંક રાજ્યોમાં કમોસમી વરસાદ પડ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ઘઉંના ઊભા પાકને માઠી અસર થવાની ભીતિ સેવાઇ રહી છે. એસોચેમના એક રિપોર્ટ અનુસાર કમોસમી વરસાદના કારણે ઘઉંના પાકને ૧.૩ કરોડ ટનનું નુકસાન થયાની ભીતિ સેવાઇ રહી છે.

એસોચેમે એવી આશંકા વ્યક્ત કરી છે કે ઉત્પાદનમાં ઘટાડો થવાના કારણે સરકારને ચાલુ વર્ષે ઘઉંની આયાત કરવી પડી શકે છે. એસોચેમના રિપોર્ટમાં વધુમાં જણાવ્યા પ્રમાણે ચાલુ સિઝનમાં ૯.૩૮ કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થયાનું અનુમાન છે. ઘઉંના ઉત્પાદનમાં જોવાયેલો ઘટાડો કેટલાંક રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ઘઉંના ઊભા પાકને ભારે નુકસાન થયું છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર દેશમાં એવરેજ ૩૦થી ૩૫ લાખ ટન ઘઉંનો વપરાશ જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત થાય છે. ચાલુ સિઝનમાં કમોસમી વરસાદના કાણે ઘઉંના ઉત્પાદનમાં ઘટ પડી શકે છે, જેના કારણે વર્ષ ૨૦૧૭ની શરૂઆતમાં ઘઉંની આયાત પણ કરવી પડી શકે છે. એસોચેમના જનરલ સેક્રેટરી ડી.એસ. રાવતે ઘઉંની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવાની માગ કરી છે. તેઓએ કહ્યું છે કે ઘઉંની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવાના કારણે આયાત કરવી વધુ સરળ થશે.

You might also like