એકથી દસ રૂપિયાના સિક્કાનું વ્યવહારમાં ચલણ વધ્યું

મુંબઇ: દેશમાં એક, બે, પાંચ અને દસ રૂપિયાના મૂલ્યવાળા સિક્કાનું વ્યવહારમાં ચલણ વધ્યું છે, જ્યારે પચાસ પૈસાના સિક્કાનું ચલણ વ્યવહારમાં ઘટી ગયું છે. રિઝર્વ બેન્કના જણાવ્યા પ્રમાણે એક રૂપિયાના સિક્કાનો વ્યવહારમાં હિસ્સો પાછલાં પાંચ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૧માં ૨૯.૧૦ ટકાથી વધીને ૪૨.૧૦ ટકા થઇ ગયો છે.

આરબીઆઇના જણાવ્યા પ્રમાણે માર્ચ ૨૦૧૧ સુધી કુલ મળીને એક રૂપિયાના ૩,૨૬૭.૫ કરોડ સિક્કા વ્યવહારમાં હતા, જ્યારે માર્ચ મહિનામાં આ સંખ્યા વધીને ૪,૧૬૨.૭ કરોડ થઇ ગઇ છે.

આરબીઆઇના કહેવા પ્રમાણે ઘણાં વર્ષ બાદ ૫૦ પૈસાના સિક્કાનું ચલણ વ્યવહારમાં ઘટી રહ્યું છે.
દેશમાં વ્યવહારમાં લેવાયેલા ચલણી સિક્કામાં વર્ષ ૨૦૧૪-૧૫માં બે રૂપિયાના સિક્કાનો હિસ્સો ૨૭.૩૦ ટકા છે, જ્યારે દસ રૂપિયાના સિક્કાનો હિસ્સો માત્ર ૨.૮૦ ટકા જોવાયો છે.

You might also like