રૂ.૧.૦૮ કરોડની ચોરીનાે મામલો: ઘનશ્યામ રાજનને પહેલાં બાઇક પર લઇ ગયો હતો

અમદાવાદ: શહેરના કૃષ્ણનગર વિસ્તારમાંથી રૂ.૧.૦૮ કરોડની ચોરીના કેસમાં આરોપી રાજન મારવાડીની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. આ મામલે બોટાદના ગઢડા પોલીસ સ્ટેશનમાં આરોપી રફીક ઉર્ફે મુન્નો, નોમાન અને ઘનશ્યામ નામની વ્યકિત સામે હત્યાનો ગુનો નોંધાયો છે. ઘનશ્યામ નામની વ્યકિત રાજન મારવાડીને. પહેલાં બાઇક ઉપર હત્યાની જગ્યાએ લઇ ગયો હતો. બાદમાં ગાડીમાં આરોપી રફીક, રવિ અને નોમાન ગયા હતા અને રફીક, નોમાન તેમજ ઘનશ્યામે ભેગા મળી રાજનની છરીના ઘા મારી હત્યા કરી દીધી હતી. જ્યારે રવિ નાસી છૂટવામાં સફળ થયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચોરી બાદ ચારેય આરોપીઓ કાર લઇ ગઢડાના ગાબા ગામે રહેતા રફીકના મિત્ર ઘનશ્યામની વાડીએ ગયા હતા. વાડીમાં તમામ આરોપીઓ દારૂ પીવા બેઠા હતા. જ્યાં તમામ વચ્ચે પૈસાની વહેંચણીના મુદ્દે તકરાર થઇ હતી. જેથી ઘનશ્યામ રાજનને બાઇક પર બેસાડીને સમજાવવાના બહાને હરિપુરા ગામ જવાની સીમમાં લઇ ગયો હતો. જ્યાં તેને પૈસા ન આપવા પડે તે માટે હત્યા કરી નાખવાનું નક્કી કરાયું હતું. બાઇક પર ઘનશ્યામ અને રાજનના ગયા બાદ રવિ, રફીક અને નોમાન ગામની સીમમાં ગયા હતા અને નોમાન, ઘનશ્યામ અને રફીકે ભેગા મળી રાજનની છરીના ઘા મારી હત્યા કરી દીધી હતી.

બીજી તરફ રવિને પણ પોતાની હત્યા કરી નાખવામાં આવશે તેમ લાગતાં પોતે ત્યાંથી નાસી છૂટયો હતો. બાદમાં ત્રણેય આરોપીઓ કાર અને બાઇક લઇ ભાવનગર બોટાદ રોડ પર ગયા હતા. જ્યાં કાર અને બાઇક બંને મૂકી પૈસા લઇ ફરાર થઇ ગયા હતા.

You might also like